ફરી શો ચાલુ કરવા કપિલ કરે છે તનતોડ મહેનત - Sandesh

ફરી શો ચાલુ કરવા કપિલ કરે છે તનતોડ મહેનત

 | 12:57 am IST

ઘણાં સમયથી લાઇમલાઇટથી દૂર કપિલ શર્મા નાના પડદે ફરી પ્રવેશ કરવા માટે આજ કાલ પોતાને ફિટ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આજકાલ કપિલ શર્માના ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેમાં કપિલ શર્મા દરિયા કિનારે જોગિંગ કરતા જોવા મળે છે. આ ફોટોને જોઇને એ તો સ્પષ્ટ છે કે તે ટીવીમાં રીએન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે. થોડા સમય પહેલા કપિલ શર્માએ જાહેરાત કર્યું હતું કે તે ૧૨ ઓક્ટોબરના દિવસે મોટા પડદે વાપસી કરી રહ્યો છે. કપિલે ઇન્સ્ટાગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, તેની આવનારી પંજાબી ફિલ્મ સન ઓફ મનજીત સિંહ વિશે વાત કરતા કહ્યું છે કે, ફિલ્મમાં મનજીત સિંહનું પાત્ર ખૂબ જ ભાવુક છે. આ ફિલ્મ ૧૨ ઓક્ટોબર ૨૦૧૮માં રિલીઝ થવાની છે. ફિલ્મ સન ઓફ મનજીત સિંહનો ફસ્ટલુક ટૂંક સમયમાં રિલીઝ થશે. બસ તમારા આશીર્વાદની જરૂર છે.