ફરી અપડેટ થયા વોટ્સએપમાં નવા ફીચર્સ - Sandesh

ફરી અપડેટ થયા વોટ્સએપમાં નવા ફીચર્સ

 | 2:48 am IST

ટેકનો ટોકઃ – બિજલ વ્યાસ

૨૦૦૯માં લોન્ચ કરવામાં આવેલું વોટ્સએપ શરૂઆતના સમયમાં ફક્ત આઇફોન યુઝર્સ જ તેના વિશે જાણતા અને ઉપયોગ કરતા હતા. જે ૨૦૧૪ આવતા સુધીમાં એન્ડ્રોઇડ, વિન્ડોઝ તથા વિવિધ પ્રકારના વર્ઝનમાં વોટ્સએપ યુઝ થવાની શરૂઆત થઇ. હવે વોટ્સએપ સામાન્ય બની ગયું છે, સાથે યુઝર્સની જરૂરિયાત પણ બની ગયું છે. મોટાભાગે અત્યારે યુઝર્સ ડોક્યુમેન્ટ, વીડિયો, ઇમેજ શેર કરવા માટે વોટ્સએપ યુઝ કરે છે. વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સનું અપડેટ આવતું રહ્યું છે. થોડા સમય પહેલા પણ વોટ્સએપમાં ઘણા નવા ફીચર અપડેટ થયા છે. તો આવો તે નવા ફીચર વિશે માહિતી મેળવીએ.

મેસેજ ફોર્વડિંગ

વોટ્સએપમાં સારા મેસેજ કે ઇમેજ જો કોઇ વ્યક્તિને મોકલવામાં આવે તો જ્યાં સુધી સામે વાળી વ્યક્તિને પૂછવામાં કે કહેવામાં ન આવે ત્યાં સુધી તેને ખબર જ પડતી ન હતી. કે જે પોતાને મેસેજ, ફોટો કે વીડિયો મોકલવામાં આવ્યો છે. તે ફોરવર્ડ મેસેજ છે કે ડાઉનલોડ કરીને તેને મોકલવામાં આવ્યો છે. પરંતુ વોટ્સએપના નવા અપડેટ થયેલા ફીચરમાં ખબર પડે છે કે તમને જે મેસેજ, ફોટો કે વીડિયો મોકલવામાં આવ્યો છે, તે ફોરવર્ડ છે. કારણ કે જે તે મોકલેલ મેસેજ કે ઇમેજની ઉપર ફોરવર્ડ લખેલું આવે છે.

ગ્રૂપ વીડિયો અને

ઓડિયો કોલિંગ

હવે તમે એક વીડિયો અથવા ઓડિયો કોલમાં ૪ પાર્ટિસિપેટ જોડાઇ શકે છે. તે માટે તેઓએ વોટ્સએપ પર ઓડિયો અથવા વીડિયો કોલ કરવો પડે છે. તથા કોલ દરમિયાન જ ડાબી બાજુ એડ કોલનું ઓપ્શન આવે છે. તેની પર ક્લિક કરતા તમારે કોને આ ગ્રૂપમાં જોઇન કરવા છે. જે તે વ્યક્તિના નામ નંબર પર ક્લિક કરશો તો તમે સરળતાથી તે ગ્રૂપ કોલ કે વીડિયો કોલ દ્વારા વાત કરી શકશો.

ઓનલી એડમિન કેન પોસ્ટ

વોટ્સએપએ ગ્રૂપ એડમિનના કંટ્રોલને વધારી લીધો છે, હવે એડમિન નક્કી કરી શકે છે, કે કોણ ગ્રૂપનું સબજેક્ટ, આઇકોન અને ડિસ્ક્રિપ્રિશન બદલી શકે છે. કોઇપણ ગ્રૂપમાં કોણ પોસ્ટ કરી શકે તેનો કંટ્રોલ પણ એડમિન પાસે હોય છે. તેના માટે આ ફીચર એટલે કે ઓનલી એડમિન કેન પોસ્ટ ગ્રૂપ પણ રાખવામાં આવે છે.

ગ્રૂપ્સ

ગ્રૂપ માટે તો વોટ્સએપ ટૂંક સમયમાં જ ગ્રૂપ કેચઅપ ફીચર પણ લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેના દ્વારા સંદેશો મોકલવાનું વધારે સરળ બનશે. આ નવા ફીચરમાં ચેટની જમણી બાજુએે કોર્નરમાં આવેલું જ્રના સિંગલ ટાઇપ કરવાનું રહેશે. આ ફીચરની વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ ફીચર અપડેટ થવાની રાહ જુઓ.

માર્ક એજ રીડ

પહેલા વોટ્સએપમાં નોટિફિકેશન આવતી હતી, અને આ નોટિફિકેશન જોઇને જો કોઇ વ્યક્તિને સામેવાળી વ્યક્તિને રિપ્લાય આપવો હોય તો, તે વ્યક્તિ સાથેની ચેટ ઓપન કરવી પડે. ચેટ ઓપન કરીને જે તે વ્યક્તિને તમે રિપ્લાય કરી શકતા હતા. જ્યારે વોટ્સએપમાં તમે ધ્યાનથી જોયું હોય તો તમે માત્ર તમારા ફોનમાં આવેલ વોટ્સએપ નોટિફિકેશન જોઇને તમે જે તે વ્યક્તિને રિપ્લાય આપી શકો છો. તથા તે મેસેજ તમે રીડ કર્યો છે, કે નહીં તેની જાણ પણ માર્ક દ્વારા થાય છે. જો કે માર્કવાળી અપડેટ તો ઘણા સમય પહેલા જ કરવામાં આવી હતી, અને હવે વોટ્સએપ પર ઓનલાઇન દેખાયા વિના ફક્ત નોટિફિકેશનમાં જોઇને, તમે રિપ્લાય કરી શકો છો.

[email protected]