Read How to Recover and Secure Your Gmail Account
  • Home
  • Featured
  • Gmail એકાઉન્ટ હેક થયા બાદ આવી રીતે કરી શકો છો રિકવર અને સિક્યોર, વાંચો

Gmail એકાઉન્ટ હેક થયા બાદ આવી રીતે કરી શકો છો રિકવર અને સિક્યોર, વાંચો

 | 8:51 pm IST

Gmail દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇ-મેલ સેવા છે અને કદાચ આ જ કારણે ગૂગલની આ સેવા પર હેકર્સની વધારે નજર રહેતી હોય છે. એટલું જ નહીં પરંતુ દુનિયાભરમાં મોટાભાગે એન્ડ્રોઇડ યુઝર્સ Gmail એકાઉન્ટનો ઉપયોગ કરે છે. જો તમારું પણ Gmail એકાઉન્ટ હેક થયું હોય અથવા તમને લો-ઇન કરવામાં મુશ્કેલી થતી હોય તો આજે અમે તમને Gmail એકાઉન્ટને કેવી રીતે રિકવર અને સિક્યોર કરી શકાય તે વિશે માહિતી આપીશું.

સૌથી પહેલા Gmailના એકાઉન્ટ રિકવરી પેજ પર જાઓ જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તમે રિકવરી ઈ-મેલ આઈડી પર એડ કરી શકો છો. ત્યાર બાદ Gmail તમને રજિસ્ટર્ડ નંબર અથવા ઇ-મેલ આઇડી પર એક સિક્યુરિટી કોડ મોકલશે. આ કોડને વેરિફાઈ કર્યા પછી તમે તમારા એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકો છો.

આ સિવાય તમે એ સિક્યુરિટી સવાલનો જવાબ પણ આપી શકો છો જે તમે એકાઉન્ટ સેટઅપ કરતા સમય બનાવ્યો હશે. એકવાર રિકવરી કોડ રિસીવ કર્યા બાદ Gmailમાં તેને એડ કરો અને પછી ફરી ગૂગલ તમને પાસવર્ડ બદલવાનું કહેશે. ફરીથી લોગ-ઈન કર્યા પછી Gmail એકવાર ફરી સિક્યુરિટી ચેક કરવાનું કહેશે. તમારે સિક્યુરિટી ચેક કર્યા પછી તમારી માહિતી બદલવાની રહેશે તેથી ફરીથી તમારું એકાઉન્ટ હેક ન થાય. જો તમે તમારી વિગતો બદલશો નહીં તો તમારું એકાઉન્ટ ફરીથી હેક થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન