Read The Review Of Kalank Film Before You Go To Watch It
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કલંક’ ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લેજો આ રીવ્યૂ, આલિયા-વરૂણની છે દમદાર એક્ટિંગ

‘કલંક’ ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લેજો આ રીવ્યૂ, આલિયા-વરૂણની છે દમદાર એક્ટિંગ

 | 7:06 pm IST

ધર્મા પ્રોડક્શનની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કલંક’ની વાર્તા 1940નાં દશકની છે. ફિલ્મનું બેકડ્રોપ હુસૈનાબાદ નામનાં કાલ્પનિક શહેર પર આધારિત છે. દુ:ખ અને તકલીફથી ભરાયેલી આ ફિલ્મ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તમે થિએટરથી બહાર આવવા નથી ઇચ્છતા. ફિલ્મમાં વરૂણ અને આલિયાનાં પ્રેમ પ્રસંગને લઇને તમે વધારે જાણવા ઇચ્છો છો. ફિલ્મની વાર્તા આઝાદીથી કેટલાક સમય પહેલા હુસૈનાબાદની છે જે એક મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. બલરાજ ચૌધરીનું પાત્ર નિભાવી રહેલા સંજય દત્ત પોતાના દીકરા આદિત્ય રૉય કપૂર એટલે કે દેવ અને દેવની પત્ની સોનાક્ષી સિન્હા (સાથ્યા) સાથે રહે છે.

આ રીતે થાય છે ઝફર સાથે મુલાકાત

કેન્સરથી પીડિત સાથ્યા પાસે જિંદગીનાં કેટલાક દિવસો જ બચ્યા છે અને તે ઇચ્છે છે કે તેના મોત બાદ તેના પતિ એકલા ના રહે અને તે દેવનાં લગ્ન રૂપ (આલિયા ભટ્ટ) સાથે કરાવવા ઇચ્છે છે. રૂપ પોતાની બહેનોનું ભવિષ્ય બચાવવા માટે આદિત્ય રૉય કપૂર એટલે કે દેવ ચૌધરી સાથે લગ્ન કરવા માટે રાજી થઇ જાય છે, અને આ સંબંધને ફક્ત નીભાવી રહી છે. પરિવારની અંદર એક કેદ ભરેલી જિંદગી પસાર કરી રહી છે. રૂપ એક દિવસ તમામ હદ પાર કરીને હીરામંડીમાં બેગમ એટલે કે માધુરી દીક્ષિતની પાસે પહોંચી દાય છે. અહીં તેની મુલાકાત વરૂણ ધવન (ઝફર) સાથે થાય છે, પરંતુ તેને ખરબ નથી કે ઝફર સાથેનો તેનો પ્રેમ એક ‘કલંક’ છે.

‘2 સ્ટેટ્સ’ કરતા પણ અભિષેક વર્મનનું ખરાબ નિર્દેશન

અભિષેક વર્મનનાં નિર્દેશનમાં બનેલી આ બીજી ફિલ્મ છે. ફિલ્મનું લેખન નબળું છે. ફિલ્મનું નિર્દેશન એવું છે કે તમે ટિકિટ કેમ ખરીદી તેવું વિચારવા લાગશો. આ ફિલ્મને જોઇને તમને લાગશે કે અભિષેક વર્મને ‘2 સ્ટેટ્સ’ ફિલ્મનું નિર્દેશન ઘણું સારું કર્યું હતુ. ફિલ્મનાં ગીતો શાનદાર છે. ફિલ્મનાં ગીતોની કૉરિયોગ્રાફી પણ ઘણી જ સારી છે અને પ્રીતમનું સંગીત દમદાર છે.

એક્ટિંગની દ્રષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

ફિલ્મમાં બોલીવુડનાં ઘણા મોટા કલાકારો સામેલ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવન ઉપરાંત માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર સહિતનાં સ્ટાર્સ છે. અભિનયની દ્રષ્ટિએ ફિલ્મ સારી છે, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ નબળી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સંજય દત્તનું કામ સારું છે. આદિત્ય રૉય કપૂર અને માધુરીએ પણ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન