Read The Unknown Facts Of Parveen Babi
  • Home
  • Entertainment
  • Bollywood
  • જૂનાગઢની આ અભિનેત્રીનો બોલીવુડમાં હતો દબદબો, 3 પ્રેમી હોવા છતાં રહ્યા હતા એકલા

જૂનાગઢની આ અભિનેત્રીનો બોલીવુડમાં હતો દબદબો, 3 પ્રેમી હોવા છતાં રહ્યા હતા એકલા

 | 12:23 pm IST

પરવીન બાબી સિનેમા પડદા પર 70નાં દશકમાં એ બધું જ કરી રહી હતી જે પોતાનાં પ્રેમ, આધુનિકતા અને આત્મનિર્ભરતાનાં નામ પર આજે મહિલાઓ કરી રહી છે. એક એવી સ્ત્રી જે આત્મનિર્ભર છે અને જેને લગ્ન પહેલા પોતાના પુરૂષ મિત્ર સાથે શારીરિક સંબંધ પણ બનાવવાથી વાંધો નથી. તેમ છતા તેમના પર કોઇ દાગ લાગતો નથી અને ના તો તેમને જમાનાનો ડર છે. 4 એપ્રિલ, 1949નાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢનાં મિડલ ક્લાસ મુસ્લિમ પરિવારમાં જન્મેલા પરવીન બાબીએ આજના દિવસે દુનિયાથી વિદાય લીધી હતી.

1973માં ફિલ્મ ‘ચરિત્ર’માં ફિલ્મ નિર્દેશક બીઆર ઇશારાએ પરવીન બાબીને ક્રિકેટર સલીમ દુર્રાની સાથે તક આપી. ફિલ્મ ફ્લૉપ ગઈ, પરંતુ પરવીન બાબીનો જાદૂ ચાલ્યો. બીઆર ઇશારા નવી અભિનેત્રીની શોધમાં હતા, ત્યારે તેમની નજર સિગરેટનાં કશ લગાવી રહેલી પરવીન બાબી પર પડી અને ઇશારાએ નક્કી કર્યું કે આ તેમની હીરોઇન છે. પરવીનને પહેલી સફળતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં મળી. ટાઇમનાં કવર પર જગ્યા મેળવનારી પહેલી બોલીવુડ અભિનેત્રી પરવીન બાબી હતા. જો કે સિનેમામાં સફળ રહેલી આ અભિનેત્રી પોતાના વ્યક્તિગત જીવનમાં એટલી સફળ ના થઇ શકી.

પરવીનનું પહેલું અફેર ડેની સાથે થયું. ડેનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે પરવીન અને તેમનો સંબંધ-3-4 વર્ષ રહ્યો અને ત્યારબાદ બંને અલગ થઇ ગયા. ડેની બાદ પરવીન બાબીને કબીર બેદી સાથે પ્રેમ થયો. કબીર બેદી સાથેનાં બ્રેકઅપને જીવનનો ટર્નિંગ પોઇન્ટ ગણાવનારી પરવીન બાબી ત્યારબાદ મહેશ ભટ્ટનાં પ્રેમમાં પડી. બંનેનો રૉમાન્સ 1977નાં અંતમાં શરૂ થયો. ત્યારે મહેશ ભટ્ટ પણ કબીર બેદીની માફક પરીણિત હતા અને તેઓ દીકરી પૂજા ભટ્ટને છોડીને પરવીન બાબી સાથે રહેવા લાગ્યા હતા. આ એ સમય હતો જ્યારે પરવીન બાબી ટોપની સ્ટાર હતી અને મહેશ ભટ્ટ ફ્લૉપ ફિલ્મમેકર.

મહેશ ભટ્ટ સાથેનાં રૉમાન્સ દરમિયાન પરવીન બાબીને માનસિક બીમારી શરૂ થઈ જેને મહેશ ભટ્ટે પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં પૈરાનાયડ સ્કિત્ઝોફ્રેનિયા ગણાવી છે. જો કે પરવીન બાબીએ ક્યારેય પોતાને આ બીમારીમાં સપડાયાની વાત નથી કરી. તેમણે એવું જરૂર કહ્યું હતુ કે તેઓ આનુવાંશિક માનસિક બમારીની લપેટમાં આવ્યા છે. 1983માં પરવીન બાબીએ બોલીવુડ છોડી દીધું . થોડા સમય સુધી તેઓ બેંગ્લોરમાં રહ્યા અને ત્યારબાદ તેઓ અમેરીકા જતા રહ્યા હતા. અમેરિકામાં પણ તેમની માનસિક બીમારીનો કોઇ ઇલાજ મળ્યો નહોતો.

પરવીન બાબી પોતાના જીવનનાં અંત સુધી આત્મનિર્ભર રહ્યા હતા. જો કે જે પરવીન બાબીનાં ઘરની સામે પ્રોડ્યૂસર્સની લાઇન બેસતી હતી તેમણે અંતિમ સમયમાં તેમને ભૂલાવી દીધા. લગભગ એક દશકનું સ્ટારડમ અને 50થી વધુ ફિલ્મો તેમના જીવનનાં ખાલીપાને ભરી ના શકી અને તે જીવનનાં અંતિમ સમય સુધી ખલતુ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન