to know your previous life click here
  • Home
  • Astrology
  • પાછલા જન્મમાં તમે શું હતા, જાણવું છે તો વાંચી લો આ સ્ટોરી

પાછલા જન્મમાં તમે શું હતા, જાણવું છે તો વાંચી લો આ સ્ટોરી

 | 8:21 pm IST

પ્રથમ ભાવમાં ગુરૂ: જે જાતકની કુંડળીમાં ગુરૂ પ્રથમસ્થાન એટલે કે લગ્નમાં વિરાજમાન હોય છે, એવા જાતકોનો જન્મ પૂર્વજોના આશીર્વાદ અથવા શાપ અનુસાર થાય છે. તે આશીર્વાદના પ્રમાણે જ સુખ-દુઃખ ભોગવે છે.

બીજા અને આઠમાં ભાવમાં ગુરૂ: જે જાતકની કુંડળીમાં ગુરૂ બીજા ભાવમા (સ્થાનમાં) કે આઠમાં ભાવમાં વિરાજમાન હોય, તેવા જાતકો પૂર્વ જન્મમાં સંત અથવા સંત શ્રેણીનો મનુષ્ય હોય છે. પૂર્વ જન્મમાં અમુક ઇચ્છાઓની પૂર્તી ન થવાને કારણે તેમને ફરીથી જન્મ લેવો પડે છે. આવા લોકોને મૃત આત્માઓના આશીર્વાદ મળેલા હોય છે.

તૃતીય ભાવમાં ગુરૂ: જે જાતકોની જન્મ કુંડળીમાં ગુરૂ તૃતીય(ત્રીજા) ભાવમાં વિરાજમાન હોય તો એવું લાગે છે કે, તેમનો જન્મ પરિવારની કોઇ પૂર્વજ પતિવ્રતા મહિલાના આશીર્વાદથી થયો છે. તેમનું જીવન સુખમાં વીતે છે.

ચતુર્થ ભાવમાં ગુરૂ: જે જાતકની જન્મ કુંડળીમાં ગુરૂ ચોથા ભાવમાં સ્થિત હોય તો, એવા જાતકો પોતાના પરિવારના પૂર્વ સભ્ય હોય છે. આ જાતકોનો પોતાના પરિવારમાં જ પુનર્જન્મ થાય છે. પૂર્વજોના આશીર્વાદથી જન્મ હોવાને કારણે તેઓ સુખ ભોગવે છે, પૂર્વજોના શાપથી જન્મ હોવાને કારણે તેઓ દુઃખ ભોગવે છે. તેમનું આખું જીવન ભયમુક્ત વીતે છે.

પાંચમાં ભાવમાં ગુરૂ: જે જાતકની કુંડળીમાં ગુરૂ પાંચમાં અને એકાદશ(અગિયારમાં) ભાવમાં આવેલો હોય, એવા જાતકો પૂર્વ જન્મમાં તંત્ર-મંત્ર અને ગુપ્ત વિદ્યાના જાણકાર હોય છે. પૂર્વ જન્મમાં પોતાના સ્વાર્થ માટે ખોટું કાર્ય કર્યું હોય છે, આવી આત્માઓ આ જીવનમાં પોતાના પરિવારના સુખમાં બાધા પહોંચાડવાનું કાર્ય કરે છે. જેના કારણે તેમને માનસિક અશાંતિ રહે છે. અને તેમજ જો ગુરૂ સાથે રાહુ પણ હોય તો તેમને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બારમાં ભાવમાં ગુરૂ: જે જાતકની કુંડળીમાં ગુરુ બારમાં ભાવમાં હોય, તેમાંયે ગુરૂ-રાહુની યુતિ હોય તો એવા જાતકો ધાર્મિક સ્થળોને તોડવાના પાપી હોય છે. આ જન્મમાં પાછલા જન્મના દોષોને ભોગવવું પડે છે.