Read this trick from the deleted message from WhatsApp
  • Home
  • Featured
  • આ ટ્રિકથી વાંચો WhatsAppમાંથી ડિલીટ કરેલા મેસેજ

આ ટ્રિકથી વાંચો WhatsAppમાંથી ડિલીટ કરેલા મેસેજ

 | 10:56 am IST

Whatsapp હંમેશા તેની એપને સારી કરવા માટે નવા નવા ફીચર રોલ આઉટ કરતુ રહે છે. જેમાથી એક ફીચર્સ છે મોકલેલા મેસેજને ડિલીટ કરવો. વોટ્સએપના ‘Delete for everyone’ ફીચરની મદદથી યૂજર્સ કોઇપણ ગ્રુપમાં કે કોઇ એક કોન્ટેક્ટને મોકલેલા મેસેજ ડિલીટ કરી શકે છે. જોકે, વોટ્સએપના ફીચરમાં ઘણી એવી કમીઓ છે અને કેટલીક એવી ટ્રિક્સની મદદથી તમે ડિલીટ કરેલા મેસેજને વાંચી શકો છો.

વોટ્સએપ પર જે પણ મેસેજ ડિલીટ કરવામાં આવે છે તે ખરેખર તમારા ફોનમાં સ્ટોર હોય છે અને એપની રિકવરી ફીચરી મદદથી આ મેસેજને રિકવર કરી શકાય છે. જણાવી દઇએ કે વોટ્સએપની ચેટ હિસ્ટ્રી વોટ્સએપના સર્વર પર સ્ટોર થતી નથી. ચેટ મેસેજ બેક હોય છે અને તેને અલગ અલગ જગ્યા પર સ્ટોર કરવામાં આવે છે. જે વોટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રટેક્ટેડ થતા નથી.

આઇફોન યૂઝ કરનારા યૂઝર્સના વોટ્સએપ ચેટ ઓટોમેટિક બેકઅપ ઓપ્શન દ્વારા આઇક્લાઉડ પર સ્ટોર થાય છે. તેની સાથે જ આ મેસેજને વોટ્સએપ સેટિંગ્સમાં જઇને મેન્યુઅલી બેકઅપ લઇ શકાય છે. આઇક્લાઉડથી ચેટ હિસ્ટ્રીને રિકવર કરવું ખૂબ સહેલું છે. મેસેજને રિકવર કરતા પહેલા આ કન્ફર્મ કરી લે કે બેકઅપ ઉપલબ્ધ છે. હવે તમે તમારા વોટ્સએપને ફોનમાંથી ડિલીટ કરીને રિઇન્સ્ટોલ કરો. ફોન નંબરને વેરિફાઇ કરો અને મેસેજને રીસ્ટોર કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોને ફોલો કરો. તેનાથી આ એપમાં એક ઓપ્શન છે જેની મદદથી તમે ચેટ હિસ્ટ્રીને ઇમેઇલ પણ કરી શકો છો.

બીજી તરફ એન્ડ્રોઇડ યૂજર્સ તેમના વોટ્સએપ ચેટ અને મીડિયાને ગૂગલ ડ્રાઇવ પર સેવ કરી શકો છો. તેની મદદથી આ ડેટાને બીજા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવું ખૂબ સહેલું છે. અંહી તમે ડિલીટ કરેલા મેસેજને ઓટોમેટિકલી અને મેન્યુઅલી રીસ્ટોર કરી શકો છો. જેના માટે તમે એપના મેન્યુમાં જઇને ચેટ બેકઅપ ઓપ્શન પર જવાનું છે. અંહી તમે બેકઅપ ટૂ ગૂગલ ડ્રાઇવ પર ટેપ કરવાનું છે અને તેની ફ્રેકવેન્સીને નેવર પર સિલેક્ટ કરી દેવાનું. આમ કર્યા બાદ તમને વોટ્સએપને ડિલીટ કરી રિઇન્સ્ટોલ કરો . ફોન નંબર વેરિફાઇ કરવાની સાથે જ તમને રિસ્ટોરનું ઓપ્શન દેખાઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન