In home white sauce pasta this is step recipe Ready to maid
  • Home
  • Featured
  • ઘરે જ બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલનાં વ્હાઈટ સોસ પાસ્તા

ઘરે જ બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલનાં વ્હાઈટ સોસ પાસ્તા

 | 1:28 pm IST

જો તમે પણ પાસ્તા ખાવાના શૌખિન છો તો આજે અમે તમારા માટે ઈટાલિયન સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા લઈને આવ્યા છીએ. આજે અમે તમને ઘરેજ બનાવતા શિખવીશુ. તો ચાલે આજે શિખીશું ઈટાલિયન સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા.

સામગ્રી:

પાસ્તા 400 ગ્રામ(બાફેલા), ચીઝ ક્યુબ 1 મધ્યમ આકારનું કદૂ કસ કરેલુ. અજમા એક ચમચી, ફ્રોજન સ્વીટ કોર્ન 1 કપ બાફેલા, માખણ 1 ચમચો, મરી પાવડર એક ચમચી, પાણી 4 કપ, કોર્ન ફ્લોર પાવડર 2 ચમચી, ઓરેગાનો 1 ચમચી, લાલ મરચુ એક ચમચી, બ્રોકલી 200 ગ્રામ બાફેલી, લસણ 4 કળી, મીઠું સ્વાદ અનુસાર.

મેન ડિશ માટે

શિમલા મરચું 1 મોટુ કાપેલુ, દૂધ 2 કપ, લાલ શિમલા મરચું 1 કાપેલુ

બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ ધીમી આંચ પર પેનમાં તમામ શાકભાજી સ્વીટ કોર્ન, શિમલા મરચું પાણીમાં મીઠું નાખી ઉકાળો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શાકભાજીને વધારે બાફી ન નાંખો.

જ્યારે શાકભાજી બાફી રહ્યા હો બીજા વાસણમાં પાસ્તા નાંખીને ઉકાળો. વાઈટ સોસ બનાવવા માટે ધીમા તાપમાં માખણ ગરમ કરો. કદૂકસ કરેલ લસણ નાંખો, ત્યારબાદ કોર્નફ્લોર અને દૂધ નાંખો. આ મિશ્રણને હલાવતા રહો જેથી તેમાં ગાંઠો ન પડે.

આ મિશ્રણ ગાઢ થવા લાગે ત્યારે તમામ મસાલાઓ, ઓરેગાનો, અજમા, પેપરિકા, મરી પાવડર અને મીઠું નાખી હલાવો. ચીઝ નાંખી થોડા સમય માટે પકાવો. આ મિશ્રણમાં વ્હાઈટ સોસ, બાફેલી શાકભાજી, પાસ્તા નાંખી 2-3 મીનિટ પકાવો. તૈયાર છે ગરમા ગરમ ઈટાલિયન સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા. આને તમે ચીઝ નાંખીને ગરમા ગરમ પીરસો.