PM મોદીને હરાવા અખિલેશ આટલી મોટી કુરબાની આપવા માટે તૈયાર - Sandesh
  • Home
  • Featured
  • PM મોદીને હરાવા અખિલેશ આટલી મોટી કુરબાની આપવા માટે તૈયાર

PM મોદીને હરાવા અખિલેશ આટલી મોટી કુરબાની આપવા માટે તૈયાર

 | 10:07 am IST

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધનને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારના રોજ કહ્યું કે ભાજપને સત્તાથી બહર કરવા તેમનું લક્ષ્ય છે અને તેના માટે તેઓ 2019મા બસપાની સાથે મળી ચૂંટણી લડશે. તેઓ રવિવારના રોજ મૈનપુરીમાં જિલ્લાના જઉરાઇ ગામના પૂર્વ પ્રધાનની પ્રતિમાનું અનાવરણ કરવા ગયા હતા.

અખિલેશે કહ્યું કે તેઓ ભાજપના દરેક ઉમેદવારને હારતા જોવા માંગે છે અને તેના માટે કોઇની પણ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. એટલું જ નહીં અખિલેશે એમ પણ કહ્યું કે તેઓ સીટોને લઇ પણ સમજૂતી કરવા તૈયાર છે. જો આમ કરવાથી ભાજપને લોકસભા ચૂંટણીમાં હરાવી શકાય છે તે તેઓ આમ કરશે.

અખિલેશે કહ્યું કે અમારું બસપા સાથેનું ગઠબંધન છે અને તે ચાલુ રહેશે. ભાજપને હરાવા માટે બે-ચાર સીટોનું બલિદાન કરવું પડયું તે અમે પાછળ હટીશું નહીં.

તેમણે દાવો કર્યો કે પ્રી-પોલ ગઠબંધનના લીધે તાજેતરની પેટાચૂંટણીમાં જીત મળી છે. આ ગઠબંધન આગળ જતાં યથાવત રહેશે. અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાંધતા કહ્યું કે ભાજપ તાજેતરની પેટાચૂંટણીમં દરેક એ સીટ હારી ગયું જ્યાં યોગીએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે અમે તો કૈરાના કે નુરપુર ગયા પણ નહીં છતાંય ચૂંટણી જીતી લીધી. આ જીત ભાજપની વિરૂદ્ધ કડક સંદેશ છે.

આપને જણાવી દઇએ કે માયાવતી પહેલાં જ સીટો પર વાતચીત થયા બાદ જ ગઠબંધનને લઇ તૈયાર છે. આશા એવી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા, બસપા, અને કૉંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે.