After the budget, the recession of the real estate crisis
  • Home
  • Business
  • બજેટ બાદ રિયલ એસ્ટેટની મંદી દૂર થાય તેવા અણસાર, રેરાથી વધ્યો ગ્રાહકોનો ભરોસો

બજેટ બાદ રિયલ એસ્ટેટની મંદી દૂર થાય તેવા અણસાર, રેરાથી વધ્યો ગ્રાહકોનો ભરોસો

 | 10:20 am IST

Real Estate (Regulation and Development) Act, 2016થી આ ક્ષેત્રમાં મંદી આવી હતી. રેરાના આકરા નિયમોના કારણે બિલ્ડર નવી પરિયોજનાઓ લાવવાની જગ્યાએ જૂની યોજનાઓને બનાવવામાં ફાયદો જોતા હતા. હાલ રજૂ થયેલા બજેટમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી ઘોષણાઓના કારણે આ ક્ષેત્રમાં આવેલી મંદી દુર થશે તેવી શક્યતાઓ છે.

જ્યારથી રેરા અમલમાં આવ્યો છે ત્યારથી આ ક્ષેત્રમાં કામ કરનારને ફરજીયાત નોંધણી કરવાની રહી. જ્યારે પારદર્શકતા વધી તો લોકોને સમજમાં આવવા લાગ્યુ કે ક્યા ક્યા કૌભાંડ થાય છે. આના કારણે રિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ છવાયો. બાકીનું કામ નોટબંધીએ કરી નાખ્યુ. આવકવેરા વિભાગે કડક પગલા લેતા તેમજ ત્યારબાદ GSTના કારણે વપરાશમા અનિવાર્ય. એવી સિમેન્ટ જેવી વસ્તુઓ પર 28 ટકા GSTના કારણે આ ક્ષેત્રે મંદીનો માહોલ છવાયો હતો. નવી યોજનાઓ બંધ થઈ ગઈ હતી.

વિશેષજ્ઞનું કહેવુ છે કે રેરાના કડક નિયમોના કારણે બિલ્ડર જૂની યોજનાઓને પુરી કરી રહ્યા હતા. બીજી બાજુ માંગ ઘટતા નવી પરિયોજનાઓતો જાણે કે ગાયબ જ થઈ ગઈ. થોડા બિલ્ડરોજ નવી યોજના અમલમાં મુકવાની હિમ્મત કરતા રહ્યા.

નવા ખરીદારો આવતા ફરી નવી યોજનાઓ શરૂ થશે

ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડીયા (ક્રેડાઈ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જક્ષય શાહે જણાવ્યુ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલતી અનિયમિતતાઓને દુર કરવાના કેન્દ્ર સરકારની પહેલ રિયર એસ્ટેટ નિયામક કાયદો લાગૂ થવાથી પરિયોજનાઓમાં ગ્રાહકોનો ભરોસો વધ્યો છે, હવે આ ક્ષેત્રે ફક્ત ખરીદાર જ નહી પણ નવી પરિયોજનાઓ પણ લૉન્ચ થશે.

રિયર એસ્ટેટમાં રેરાએ ગ્રાહકોમાં એક એવો ભરોસો જગાવ્યો કે ગ્રાહકો વિચારવા લાગ્યા કે સંપત્તિ ગમે તે હોય રેરામાં નોંધણી કરાવાથી તમામ રીતે સુરક્ષીત છે. આનાથી ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે ભરોસો વધ્યો છે.

GSTની તકલીફો પણ થઈ દૂર

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલના અધ્યક્ષ નિરંજન હીરાનંદાનીનું કહેવુ છે કે GST આવતા મકાન ખરીદનાર પર બોજ વધશે, આ બોજ ઓછો થાય તેવા પ્રયાસો હાલ થઈ રહ્યા છે. સરકારે મંત્રીઓના સમૂહનું એક ગઠન કર્યુ છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આને લાગૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન