રિયલ એસ્ટેટ સેક્ટરે આવકાર્યું બજેટ, કારણ છે આ - Sandesh
  • Home
  • Budget 2018
  • રિયલ એસ્ટેટ સેક્ટરે આવકાર્યું બજેટ, કારણ છે આ

રિયલ એસ્ટેટ સેક્ટરે આવકાર્યું બજેટ, કારણ છે આ

 | 3:28 pm IST

ભારે ગરમાગરમી  અને આશાઓની વચ્ચે અરુણ જેટલીએ વર્ષ 2018નું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં કેટલીક જગ્યાએ  ન ધારેલા બદલાવ કરવામાં આવ્યા તો કેટલીક જગ્યાઓ એવી પણ હતી જ્યાં આશાઓથી વિપરિત કોઈ જ પ્રકારના બદલાવ કરવામાં ન આવ્યા. ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ આ બજેટથી કઈંક આવો જ માહોલ પેદા થયો.

બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને કનેક્ટિવિટીને ઉત્તેજન આપવા માટે સરકારે આ સેક્ટરને બહું જ બધું આપ્યું. તો સાથે જ વર્ષ 2022 સુધીમાં હાઉસિંગ ફોર મિશન લાગૂ કરવા પર ભાર મૂક્યો. આ માટે ફંડ આપવાની પણ વાત કરવામાં આવી. આ સાથે જ નાણાંપ્રધાન અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરને સીધી રીતે ભલે કોઈ લાભ ન પહોંચ્યો હોય તેવું લાગ્યું, પણ આમછતાં કેટલીક વાતો એવી છે કે જેનો સીધો ફાયદો સિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે.

વર્તમાન સરકાર દ્વારા આ અંતિમ પૂર્ણ કાલિન બજેટની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મિશ્ર પ્રત્યાઘાતો આપનારી હતી. આ બજેટ રેરા અને જીએસટીના આવ્યા પછીનું પહેલું બજેટ હતું. જેમાં એવી આશા રાખવામાં આવતી હતી કે સરકાર દ્વારા સેક્ટર માટે ખાસ પગલાં ભરવામાં આવશે.

જોકે એવું થયું નહિં, સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈ મહત્વપૂર્ણ જાહેરાતો ન કરી પણ હાઉસ ફોર ઓલ પોલીસી હેઠળ રિયલ એસ્ટેટ સેક્ટર લાભાન્વિત રહેશે. આ સિવાય પણ એવાં કેટલાંક ક્ષેત્રો છે જેનો લાભ રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે. જેમ કે ખેતપેદાશો માટે 22000 રૂરલ ગ્રામિણ હબ ઉભાં કરાશે, જે એપીએમસી અને ખેડૂતો વચ્ચેની કડી બની રહેશે. એ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં પણણ માંગ ઉભી થશે. હાઉસ ફોર ઓલ મિશન આમ આ રીતે નજર કરીએ તો વર્ષ દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટર ધમધમતું  રહેશે.