sourcces says unchanged repo rate is good for Real estate
  • Home
  • Business
  • રેપો રેટ સ્થિર રહેવાથી બાંધકામ ઉદ્યોગમાં રહેશે તેજી

રેપો રેટ સ્થિર રહેવાથી બાંધકામ ઉદ્યોગમાં રહેશે તેજી

 | 6:12 pm IST

રેપો રેટને યથાવત્ રાખવાના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્ણયને રિયલ એસ્ટેટ સેક્ટરે આવકાર્યો છે. રેપો રેટ ન વધવાની સ્થિતિમાં બેંક લોનના હપ્તાની રકમમાં વધારો ન થવાને પરિણામે તેની સાનુકૂળ અસરો બાંધકામ ક્ષેત્રે પડશે. આથી મકાનના ખરીદ વેચાણને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ બુધવારે રેપો રેટમાં વધ-ઘટ ન કરતાં, તેને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. રેપો રેટ 6.5 ટકાના દરે  સ્થિર રહેશે તેમ જાહેરાત કરી હતી.

બાંધકામ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય અપેક્ષા પ્રમાણેનો હતો. રેપો રેટમાં વધારો ન કરાતા, રિયલ એસ્ટેટ સેક્ટરને રાહત મળશે. જો રેટમાં વધારો કરવામાં આવ્યો હોત તો બજાર પર તેની વિપરીત અસર થઈ હોત. આ વિશે અમે ચિંતિત હતા. જો કે સરકારના નિર્ણયથી અમે રાહત અનુભવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે તાજેતરમાં ક્રૂડ અને ઓઈલની કિંમતમાં ઘટાડો થયો હતો. તેને પરિણામે રૂપિયો મજબૂત થયો હતો. જેથી ફૂગાવાનું જોખમ પણ ઘટ્યું હતું.

આર્થિક સંદર્ભથી જોઈએ તો રેપો રેટમાં કોઈ પણ વધારો કરવાથી તેની હોમ લોનના દર પર સીધી અસર થાય છે. હાઉસિંગ લોનનો વ્યાજદર ઊંચો હોય તે ઘણા ખરીદનારાઓના નિર્ણયને હતોત્સાહ કરે તેમ માનવામાં આવે છે. ખાસ કરીને એફોર્ડેબલ સેગમેન્ટમાં કે જ્યાં વ્યાજનો ઊંચો દર વિપરિત અસરો પેદા કરે છે.

રિયલ એસ્ટેટ સેક્ટરનું માનવું છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં વેચાણ તથા નવા લોંચિંગમાં અપવર્ડ ટ્રેન્ડ સાથે રેસિડેન્શિયલ સેગમેન્ટ ચોક્કસપણે મજબૂત સુધારાના સંકેત દર્શાવી રહ્યું છે. જૂન અને ઓગસ્ટમાં ઉપરાછાપરી વ્યાજના દરમાં વધારો આવ્યો તેણે ઘર ખરીદનારાઓના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી.  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાનીતિમાં રેપો રેટ દર સ્થિર રાખતાં, ઘર ખરીદનારાઓના વિશ્વાસમાં વધારો કરશે તથા તેમની ઘર ખરીદવાની યોજનાને વધું પ્રોત્સાહન મળશે.

હાલમાં પણ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં પ્રવાહિતાને લગતા પ્રશ્નોને લીધે ભંડોળ અવરોધનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકારનો આ નિર્ણય આવકારદાયક પગલું છે. તેનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે, તેમ પણ સૂત્રોનું કહેવું છે.