રિયલ મેડ્રિડનો બાયર્ન સામે ૨-૧થી વિજય - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રિયલ મેડ્રિડનો બાયર્ન સામે ૨-૧થી વિજય

રિયલ મેડ્રિડનો બાયર્ન સામે ૨-૧થી વિજય

 | 1:52 am IST

બાયર્ન, તા. ૧૩

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૧૦૦મા યુરોપિયન ગોલની મદદથી રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગમાં ક્વાર્ટર ફાઇનલના ફર્સ્ટ લેગમાં બાયર્ન મ્યુનિખને ૨-૧થી પરાજય આપ્યો હતો. મેચમાં એક સમયે રિયલ મેડ્રિડ ૧-૦થી પાછળ હતું પરંતુ રોનાલ્ડોએ બીજા હાફમાં બે ગોલ કરતાં ટીમને વિજય અપાવ્યો હતો. બંને વચ્ચે સેકન્ડ લેગનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો આગામી ૧૮મી એપ્રિલે મેડ્રિડમાં યોજાશે.

બાયર્ન મ્યુનિખના અર્ટુરો વિડાલે મેચની ૨૫મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. ફર્સ્ટ હાફ સુધી બાયર્ને મેડ્રિડ પર લીડ જાળવી રાખી હતી પરંતુ બીજા હાફમાં મેચની ૪૭મી મિનિટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગોલ કરી ટીમને ૧-૧ની બરાબરી અપાવી દીધી હતી. બાયર્ન મ્યુનિખના જાવી ર્માિટનેઝને ખોટા ફાઉલ માટે બીજી વખત મેચમાં યલો કાર્ડ દર્શાવાતાં બાયર્ન મ્યુનિખને ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. જેનો ફાયદો ઉઠાવતાં મેચની ૭૭મી મિનિટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સબસ્ટિટયૂટ માર્કો અસેન્સિયોના ક્રોસ પર ગોલ કરી ટીમને ૨-૧થી આગળ કરી દીધું હતું. રિયલ મેડ્રિડે તે પછી સતત લીડ જાળવી રાખી ૨-૧થી મેચ જીતી લીધી હતી.

બાયર્ન મ્યુનિખના સ્ટાર ખેલાડી રોબર્ટ લેવાન્ડોવસ્કી જેણે ૪૦ મેચમાં ૩૮ ગોલ કર્યા છે તે ઇજાને કારણે બહાર હતો તેની પણ ટીમના પ્રદર્શન પર અસર પડી હતી. બાયર્ન મ્યુનિખનો હોમગ્રાઉન્ડ એલિઆન્જ પર ચેમ્પિયન્સ લીગની ૧૬ મેચ બાદ આ પ્રથમ પરાજય હતો. આ પહેલાં મ્યુનિખનો હોમ ગ્રાઉન્ડ પર એપ્રિલ ૨૦૧૪માં રિયલ મેડ્રિડ સામે પરાજય થયો હતો.