કરીમ બેન્ઝેમાની હેટ્રિક, રિયલ મેડ્રિડે સેલ્ટા વિગોને 5-2 થી પરાજય આપ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • કરીમ બેન્ઝેમાની હેટ્રિક, રિયલ મેડ્રિડે સેલ્ટા વિગોને 5-2 થી પરાજય આપ્યો

કરીમ બેન્ઝેમાની હેટ્રિક, રિયલ મેડ્રિડે સેલ્ટા વિગોને 5-2 થી પરાજય આપ્યો

 | 2:00 am IST
  • Share

સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ નોંધાવેલી હેટ્રિકની મદદથી રિયલ મેડ્રિડે સ્પેનની ડોમેસ્ટિક ટોચની ફૂટબોલ ટૂર્નામેન્ટ લા લીગામાં બે વખત પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને સેલ્ટા વિગોને ૫-૨થી પરાજય આપ્યો હતો. રિયલ મેડ્રિડે ૧૮ મહિનાના લાંબા ગાળા બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ સેન્ટિયાગો બર્નબાઉ સ્ટેડિયમ પુનરાગમન કરીને શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ સ્ટેડિયમમાં મેડ્રિડે પોતાનો છેલ્લો મુકાબલો ૨૦૨૦ની પહેલી માર્ચે બાર્સેલોના સામે રમી હતી. ત્યારબાદ કોરોના અને પુનઃનિર્માણ માટે સ્ટેડિયમને બંધ કરી દેવામાં આવ્યું હતું.

બેન્ઝેમાએ ૨૪મી, ૪૬મી તથા ૮૭મી મિનિટે મળેલી પેનલ્ટી ઉપર ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત મેડ્રિડ માટે વિની જુનિયરે ૫૪મી તથા એડુઆર્ડોએ ૭૨મી મિનિટે ગોલ કર્યા હતા. સેલ્ટા વિગો માટે શાંતિ મીનાએ ચોથી અને ફ્રાન્કો કર્વીએ ૩૧મી મિનિટે ગોલ કર્યો હતો. આ વિજય સાથે રિયલ મેડ્રિડે ચાર મેચમાં ૧૦ પોઇન્ટ સાથે સંયુક્ત રીતે ટોચના ક્રમે પહોંચી ગઈ છે. વેલેન્સિયા અને એટ્લેટિકો મેડ્રિડના પણ સમાન પોઇન્ટ છે. એટ્લેટિકોએ અન્ય એક મુકાબલામાં ઇસ્પાનોલને ૨-૧થી તથા વેલેન્સિયા ઓસાસુનાને ૪-૧થી પરાજય આપ્યો હતો. રિયલ સોસિદાદે કેડિઝને ૨-૦થી હરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન