રિયલ મેડ્રિડ છોડી રોનાલ્ડો ભાવુક થયો, કહ્યં-જીવનની નવી શરૂઆત - Sandesh
  • Home
  • Sports
  • Football
  • રિયલ મેડ્રિડ છોડી રોનાલ્ડો ભાવુક થયો, કહ્યં-જીવનની નવી શરૂઆત

રિયલ મેડ્રિડ છોડી રોનાલ્ડો ભાવુક થયો, કહ્યં-જીવનની નવી શરૂઆત

 | 4:45 am IST

મેડ્રિડ :

છેલ્લા નવ વર્ષ સુધી સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ સાથે રહેલા પોર્ટુગલના ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૧૧૨ મિલિયન યૂરોના કરાર સાથે ઇટાલીની ફૂટબોલ ક્લબ જુવેન્ટ્સ સાથે જોડાઈ ગયો છે. રોનાલ્ડો વર્ષ ૨૦૦૯માં ઇંગ્લિશ ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર યુનાઇટેડ છોડી રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો.

રોનાલ્ડોની આ ડીલ ઓલટાઇમ ચોથા નંબરની સૌથી મોટી ટ્રાન્સફર ફી છે. સૌથી મોટી ટ્રાન્સફર ફી ગત વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. જેમાં ફ્રાન્સની પેરિસ સેન્ટ જર્મેન ટીમે બ્રાઝિલના ફોરવર્ડ નેયમારને ૨૦૦ મિલિયન યૂરોમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત ૧૬૬ મિલિયન યૂરોમાં ફ્રાન્સના ફોરવર્ડ કેલિયન મેબાપે મોનાકોમાંથી પેરિસ સેન્ટ જર્મન ટીમમાં જોડાયો હતો. બાર્સેલોનાએ ૧૪૨ મિલિયન યૂરો ફિલિપે કોટિન્હો માટે ગત જાન્યુઆરીમાં ખર્ચ્યા હતા. રોનાલ્ડોએ જુવેન્ટ્સ સાથે ચાર વર્ષનો કરાર કર્યો છે. રોનાલ્ડોએ જુવેન્ટ્સ સાથે જોડાયા બાદ રિયલ મેડ્રિડની વેબસાઇટ પર લખેલા એક પત્રમાં રોનાલ્ડોએ કહ્યું કે, ક્લબ સાથે વિતાવેલો સમય તેના જીવનમાં સૌથી ખુશનુમા સમયમાંથી એક છે. તેણે કહ્યું હું આ ક્લબ, પ્રશંસકો અને આ શહેરનો આભાર માનવા માગું છું પરંતુ મારા જીવનમાં એક નવી શરૂઆતનો સમય આવી ગયો છે આથી મેં ક્લબને મારી ટ્રાન્સફર મંજૂર કરવા કહ્યું હતું.