Reality show winner actress Mebiena Michael lost a life
  • Home
  • Entertainment
  • Bollywood
  • સમાચાર સાંભળી ટીવી જગત સ્તબ્ધ, માત્ર 22 વર્ષની નાજુક અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત

સમાચાર સાંભળી ટીવી જગત સ્તબ્ધ, માત્ર 22 વર્ષની નાજુક અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત

 | 3:36 pm IST

કન્નડ ટીવીની જાણીતી અભિનેત્રી Mebiena Michaelનું મંગળવારે સાંજે એક અકસ્માતમાં નિઘન થયું છે. આ અભિનેત્રી માત્ર 22 વર્ષની જ હતી. શો Pyaate Hudugir Halli Lifeમાં જીતનારી અભિનેત્રી આ રીતે દુનિયા છોડીને જતી રહી એ કોઈ ફેન્સને માનવામાં આવતું નથી. બધા આ સમાચાર સાંભળીને હેરાન છે. આખી કન્નડ ઈન્ડસ્ટ્રીમાં આ વાતથી શોકનો માહોલ પેદા થયો છે.

આ દુર્ઘટના મંગળવારે સાંજે ત્યારે થઈ જ્યારે Mebiena Michaelની ગાડી એક ટ્રેક્ટર સાથે અથડાઈ. જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો અભિનેત્રી પોતાના ઘરે મૈદિકેરી જતી હતી. પરંતુ રસ્તામાં તેની ગાડી અકસ્માતનો ભોગ બની ગઈ. અભિનેત્રીના મિત્રોની હાલમાં દવાખાનામાં સારવાર શરૂ છે. પરંતુ Mebiena Michael જિંદગી સામે હારી ગઈ અને દુનિયાને અલવિદા કહી દીધું.

Pyaate Hudugir Halli Lifeના હોસ્ટ અકુલ બાલાજી હાલમાં ભારે શોકમાં છે. તેણે ટ્વીટ કર્યું કે- મારી પ્રિય સ્પર્ધક અને Pyaate Hudugir Halli Life સીઝન-4ની વિનર આ રીતે જતી રહી એ મોટો ફટકો છે. મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તે હવે આપણી વ્ચચે નથી. તેના પરિવારને આ પરિસ્થિતિમાં લડવાની ભગવાન શક્તિ આપે.

આ વીડિયો પણ જુઓ: ભાજપનો વધુ એક વિવાદ આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન