realme-1-base-model-3gb-ram-32gb-storage-discontinued-india
  • Home
  • Technology
  • Realme 1 સ્માર્ટફોનનું આ મોડલ ભારતમાં થયું બંધ

Realme 1 સ્માર્ટફોનનું આ મોડલ ભારતમાં થયું બંધ

 | 2:45 pm IST

Realme 1 સ્માર્ટફોન આ વર્ષે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે કંપનીએ તેનું બીજુ મોડલ Realme 2ને ગઈકાલે જ ભારતમાં લૉન્ચ કર્યો છે. સમાચાર છે કે Realme 1ના 3GB રેમ અને 32GB સ્ટોરેજ ધરાવતું આ મોડલને એમેઝોન અને Realmeની વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.ભારતમાં હવે તેનું વેચાણ થશે નહી.

Realme 1માં 6 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક Helio P60 પ્રોસેસર આપવામાં આવી છે. જેની સ્પીડ 2GHz છે. સ્માર્ટફોન માં કંપનીએ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર આધારિત OS 5.0 છે.

ફોટોગ્રાફીમાં Realme 1માં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફીમાટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.