આ કંપનીએ લોન્ચ કર્યો 128 જીબી સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોન, કીમત આટલી ઓછી - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ કંપનીએ લોન્ચ કર્યો 128 જીબી સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોન, કીમત આટલી ઓછી

આ કંપનીએ લોન્ચ કર્યો 128 જીબી સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોન, કીમત આટલી ઓછી

 | 3:50 pm IST

ઓપ્પોએ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલ એક ઇવેન્ટમાં તેની નવી સિરીઝ રિયલમીનો પ્રથમ સ્માર્ટફોન રિયલમી 1 લોન્ચ કર્યો છે. ફોનની વિશિષ્ટતામાં છે 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ. કંપનીએ કહ્યું છે કે તે એક મેડ ઇન ઇન્ડિયા ફોન છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ મલ્ટીટાસ્કીંગનો આનંદ માણવા મળશે. ફોનને રેમ અને સ્ટોરેજના આધાર પર ત્રણ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

રિયલમી 1 કીમત અને ઓફર્સ
રિયલમી 1 સ્માર્ટફોનમાં 6 જીબી રેમ-128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કીમત 13,990 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ 8,990 રૂપિયામાં મળશે. ફોનને એક્સ્ક્લુઝિવ તરીકે એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોન માટે પ્રથમ સેલ 25મી મે બપોરે 12 વાગ્યે થશે. ફોન સોલર રેડ અને ડાયમન્ડ બ્લેક કલરમાં મળશે. કંપનીએ લોન્ચ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે એક મહિના પછી 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટને મૂનલાઇટ સિલ્વર અને ડાયમન્ડ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવશે. આ વેરિયન્ટની કીમત 10,990 રૂપિયા રહેશે.

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
રિયલમી 1 માં 6 ઇંચનીફુલ એચડી+ સ્ક્રીન છે. જેનું રિઝોલ્યુશન 1080×2180 પિક્સલ છે. ફોનમાં ટ્રિપલ સિમ સપોર્ટે છે. ગ્રાહકોને બે સિમ કાર્ડ અને એક માઇક્રોએસડી કાર્ડનો આનંદ માણવા મળશે. બંને સિમ કાર્ડ 4જી સીમ કાર્ડ સપોર્ટ કરે છે.