Technology: realme 2 pro gets permanent price cut at india
  • Home
  • Technology
  • Realmeના આ જોરદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત અને ફીચર્સ

Realmeના આ જોરદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત અને ફીચર્સ

 | 11:49 am IST

ચાઇનાની સ્માર્ટફોન બનાવતી કંપની Realmeએ તેના સ્માર્ટફોન Realme 2 Proની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ તેના બેસ મોડલની કિંમત 11,990 રૂપિયા છે. Realme 2 Pro ને કંપનીએ ભારતમાં ગત વર્ષે લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે તેના 8 GB રેમ અને ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 660ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સ્માર્ટફોનને 13990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપની આ ફોનનું વેચાણ 11990 રૂપિયામાં કરી રહી છે.

આ પહેલાં પણ Realme 2 Pro ફ્લિપકાર્ડના સેલમાં ડિસ્કાઉન્ટ પર 11990 રૂપિયામાં મળતો હતો. Realme 2 Proના બેસ વેરિએન્ટમાં 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ છે. તેની કિંમત 1000 રૂપિયા ઘટીને 11990 રૂપિયા હશે. મિડ લેવલ વેરિએન્ટમાં 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ છે. આ ફોન 13990 રૂપિયામાં મળશે. આ પ્રકારે હાઇએન્ડ વેરિએન્ડમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ છે અને તેની કિંમત 15990 રૂપિયા હશે.

Realme 2 Proની વિશેષતા:

Realme 2 Proમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ ડિઝાઈન અને આ મજબુત મેટલ બોડીનો બનાલેવ છે. ફોનમાં ગ્લાસ બેક પેનલ છે. જ્યારે આગળની તરફ 2.5 ડી ફ્રંન્ટ ગ્લાસ આપવામાં આવેલ છે. ફોનની આગળની તરફ નોચમાં સેલ્ફી કેમેરા ઈયરપીસ છે. નીચલા કીનારે હેન્ડસેટ સ્પીકર, એક માઈક્રો યૂએસબી પોર્ટ, માઈક્રોફોન અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફિચર્સ આપવામાં આવેલ છે.

ફોનના રિયર પર ગ્લાસ બેક સીવાય. એલઈડી ફ્લેશ સાથે બે કેમેરા આપવામાં આવેલ છે. આ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર અને Realmeનો લોગો મળે છે. ફોવમાં ડાબી તરફ ડ્યૂઅલ સિમ કાર્ડ સ્લોટ અને માઈક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવેલ છે. ડાબી બાજુ એક પાવર બટન આપવામાં આવેલ છે. હેન્ડસેટનું ડાઈમેશન 156.7x74x8.5 મીલીમીટર અને વજન 174 ગ્રામ છે. સ્માર્ટફોન મજબૂત છે પણ થોડો વજનવાળો છે.

પાવર માટે Realme 3500mAh ક્ષમતાવાળી બેટરી પણ છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 એઆઈઆઈ પ્રોસેસર આપવામાં આવેલ છે. આ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ કલરઓએસ 5.2 પર ચાલે છે. Realme 2 Proમાં 6.3ની ફુલએચડી સ્ક્રીન છે જેનો એસ્પેક્ટ રેશિયો 90.8 ટકા છે. સ્ક્રીનનું રિજોલ્યુશન 1080×2340 પિક્સલ છે અને ડેનસિટી 409 પીપીઆઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન