realme-2-pro-low-cost-money-charged-smartphone
  • Home
  • Featured
  • Realme 2 Pro: ઓછી કિંમતમાં દમદાર પૈસા વસૂલ સ્માર્ટફોન

Realme 2 Pro: ઓછી કિંમતમાં દમદાર પૈસા વસૂલ સ્માર્ટફોન

 | 2:54 pm IST

Oppoની સબબ્રાન્ડ Realmeએ પોતાનો સ્માર્ટફોન Realme 2 લૉન્ચ કર્યાના એક મહીના પછી Realme 2 Proને લૉન્ચ કર્યો છે. Realme 2 10,000ની અંદર આવે છે તો Realme 2 Proને 20,000 રૂપિયાથી ઓછી કેટગરીમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેમાં સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 4 GBથી 8 GB રેમ છે.

Realme 4 GB/ 64 GB રેમ અને 128 GB ઈનબિલ્ટ સ્ટોરેજ વાળા બ્લેક સી કલર વેરિયન્ટનો કેટલાક દિવસ ઉપયોગ કરી શકો છો.

Realme 2 Proની ડિઝાઈન

Realme 2 Proમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ ડિઝાઈન અને આ મજબુત મેટલ બોડીનો બનાલેવ છે. ફોનમાં ગ્લાસ બેક પેનલ છે. જ્યારે આગળની તરફ 2.5 ડી ફ્રંન્ટ ગ્લાસ આપવામાં આવેલ છે. ફોનની આગળની તરફ નોચમાં સેલ્ફી કેમેરા ઈયરપીસ છે. નીચલા કીનારે હેન્ડસેટ સ્પીકર, એક માઈક્રો યૂએસબી પોર્ટ, માઈક્રોફોન અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફિચર્સ આપવામાં આવેલ છે.

ફોનના રિયર પર ગ્લાસ બેક સીવાય. એલઈડી ફ્લેશ સાથે બે કેમેરા આપવામાં આવેલ છે. આ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર અને Realmeનો લોગો મળે છે. ફોવમાં ડાબી તરફ ડ્યૂઅલ સિમ કાર્ડ સ્લોટ અને માઈક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવેલ છે. ડાબી બાજુ એક પાવર બટન આપવામાં આવેલ છે. હેન્ડસેટનું ડાઈમેશન 156.7x74x8.5 મીલીમીટર અને વજન 174 ગ્રામ છે. સ્માર્ટફોન મજબૂત છે પણ થોડો વજનવાળો છે.

પાવર માટે Realme 3500mAh ક્ષમતાવાળી બેટરી પણ છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 એઆઈઆઈ પ્રોસેસર આપવામાં આવેલ છે. આ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ કલરઓએસ 5.2 પર ચાલે છે. Realme 2 Proમાં 6.3ની ફુલએચડી સ્ક્રીન છે જેનો એસ્પેક્ટ રેશિયો 90.8 ટકા છે. સ્ક્રીનનું રિજોલ્યુશન 1080×2340 પિક્સલ છે અને ડેનસિટી 409 પીપીઆઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન