Realme X Blind Order India started from 11 july to 14 july
  • Home
  • Featured
  • Realme X: લોન્ચ પહેલા બ્લાઇન્ડ ઓર્ડર શરૂ, ગ્રાહકોને મળશે આ ફાયદો

Realme X: લોન્ચ પહેલા બ્લાઇન્ડ ઓર્ડર શરૂ, ગ્રાહકોને મળશે આ ફાયદો

 | 4:17 pm IST

ભારતમાં સ્માર્ટ ફોન Realme Xની લોન્ચિંગની યુઝર્સ ઘણા સમયથી રાહ જોઈને રહ્યા છે. જોકે હવે યુઝર્સ માટે એક સારા સમાચાર છે. Realme X સ્માર્ટ ફોનની લોન્ચિંગ ડેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં Realme Xને આગામી સોમવારે એટલે કે 15 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. આ માટે કંપનીએ ફોન માટે એક બ્લાઇન્ડ-ઓર્ડર સેલની શરૂઆત કરી છે. આ સેલના માધ્યમથી ગ્રાહકો Realme Xની પ્રી-બુકિંગ કરી શકે છે. જોકે તે માટે ગ્રાહકોને રજીસ્ટ્રેશન કરાવું પડશે અને ટોકન એકાઉન્ટના ભાગરૂપે અમુક પૈસા આપવાના રહેશે. આ સેલની શરૂઆત 11 જૂલાઈના રોજ આજથી થઈ છે અને 14 જુલાઈ અંતિમ દિવસે છે.

રિપોર્ટ પ્રમાણે આ બ્લાઇન્ડ ઓર્ડર હેઠળ સેલમાં રજીસ્ટ્રેશન કરનાર ગ્રાહકોને નિશ્ચિત રીતે 22 જુલાઈના રોજ Realme X ખરીદવાની તક મળશે. આ રજીસ્ટ્રેશન માટે ગ્રાહકોને પહેલા કંપનીની વેબસાઇટ પર જઈ બ્લાઇન્ડ ઓર્ડર પેજના સ્ટેપ્સ ફોલો કરવા ના રહેશે અને દર્શાવેલ એમાઉન્ટ(અંદાજે 1000 રૂપિયા)નું ડિપોઝિટ કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ગ્રાહક 22 જુલાઈના રોજ પહેલી સેલમાં Realme X ખરીદી શકશે. જોકે આ પ્રક્રિયા પહેલા ગ્રાહકોએ કંપની વેબસાઇટ પર ઓફર વિશે આપેલ સંપૂર્ણ માહિતી અને શર્તો અને નિયમો વાંચી લેવા. રિપોર્ટ મુજબ આ સેલમાં માત્ર 2000 ગ્રાહકો Realme X ખરીદી શકશે. ડિપોઝિટ એમાઉન્ટ 27 જુલાઈ સુધી રિફંડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન