Technology: realme x2 pro blind order sale on 18th
  • Home
  • Featured
  • Realmeનો આ દમદાર સ્માર્ટફોન બ્લાઇન્ડ ઓર્ડર સેલમાં માત્ર રૂ. 1,000માં !

Realmeનો આ દમદાર સ્માર્ટફોન બ્લાઇન્ડ ઓર્ડર સેલમાં માત્ર રૂ. 1,000માં !

 | 6:05 pm IST

Realme X2 Provને આગામી સપ્તાહે 20 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્રીમિયમ સ્માર્ટફોનના લોન્ચથી પહેલા જ બ્લાઇન્ટ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લાઇન્ડ સેલ 18 નવેમ્બરના આયોજીત કરવામાં આવશે.

6 cameras, Realme X2 Pro launched with great design, know how much is the price
6 cameras, Realme X2 Pro launched with great design, know how much is the price

Realme X2 Proની સાથે કંપની 20 નવેમ્બરના રોજ Realme 5s પણ લોન્ચ કરવા જઇ રહી છે. આ બંને સ્માર્ટફોન્સના ટીઝર ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આવી ગયા છે. એટલું જ નહીં આ બંને સ્માર્ટફોન્સના ઘણા ફીચર્સ પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યાં છે. Realme X2 Pro કંપનીનો પ્રથમ ફ્લેગશીપ સ્માર્ટફોન હશે. જેને ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર સાથે ક્વોડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

બ્લાઇન્ડ ઓર્ડર કરનાર દરેક ગ્રાહકોનો લોન્ચના પ્રથમ સેલથી આ સ્માર્ટફોન આપવામાં આવશે. કંપનીએ તેના માટે લિમિટ નક્કી કરી છે, જેમાં ફક્ત 855 યુઝર્સને જ સ્માર્ટફોન લોન્ચથી પહેલા આપવામાં આવશે.

Realme X2 Proને બ્લાઇન્ડ ઓર્ડર કરનારા યુઝર્સને રૂપિયા 1000 નું એડ્વાન્સ બુકિંગ એમાઉન્ટ આપવાની રહેશે. રહેશે. ત્યારબાદ 20 થી 21 નવેમ્બરના રોજ યુઝર્સને બાકીની રકમ આપવી પડશે. Realme X2 Proની લોન્ચ ઇવેન્ટ 20 નવેમ્બરના રોજ 12 કલાક 30 મિનિટે આયોજીત થશે.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન