Technology: realme x2 realme buds air to launch in india
  • Home
  • Featured
  • Realmeના Buds Air ભારતમાં લોન્ચ, કિંમત અને ફિચર્સથી Appleને આપશે ટક્કર

Realmeના Buds Air ભારતમાં લોન્ચ, કિંમત અને ફિચર્સથી Appleને આપશે ટક્કર

 | 12:06 pm IST

સ્માર્ટફોન માટે જાણીતી કંપની Realmeએ હવે ટેક્નોલોજીની અન્ય પ્રોડક્ટમાં પણ પગપેસારો કર્યો છે. જેમાં તેણે એપ્પલના પોપુલર વાયરલેસ એરપોડ્સને ટક્કર આપવા તેના નવા X2-Buds Airને ભારતમાં લોન્ચ કર્યા છે.

X2-Buds Airએ Realme કંપનીનું પ્રથમ ટ્રુ વાયરલેસ ઇયરબડ છે. X2-Buds Air વાયરલેસ ચાર્જિગ સપોર્ટ અને 12એમએમ બેસ બુસ્ટ ડ્રાઇવરની સાથે આવશે. ઉલ્લેખનિય છે કે Realmeએ એપ્પલના પોપુલર વાયરલેસ એરપોડ્સને ટક્કર આપવા માટે રિયલમી બડ્સને ભારતમાં લોન્ચ કર્યા છે. ચીની કંપનીએ આ પ્રોડક્ટની કિંમત ખૂબ વ્યાજબી રાખી છે.

એપ્પલ એરપોડ્સ જ્યાં એક વાયર દ્વારા ચાર્જ થાય છે. રિયલમીનો દાવો છે કે તેમની નવી પ્રોડક્ટ વાયરલેસ ચાર્જિંગ ફીચરથી સજ્જ હશે. તેને ચાર્જિંગ પોઇન્ટ પાસે રાખીને પ્લગ કર્યા વિના પણ ચાર્જ કરી શકાશે.

કંપની દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોતાં લાગી રહ્યું છે કે રિયલમી બડ્સ એકદમ એપ્પલના એરપોડ્સની માફક છે. જોકે ચીની ઉત્પાદમાં પોડ્સને ટચ સેન્સરથી સજ્જ કરવામાં આવ્યા છે. આ પોડ્સને ટચ કરતાં જ ગીત બંધ અથવા ચલાવવાની સુવિધા હશે. આ ઉપરાંત સાઉન્ડ ક્વોલિટીને લઇને પણ કંપની ખૂબ પ્રચાર કરી રહી છે. તેમજ ભારતમાં તેની કિંમત રૂપિયા 3,999 રાખવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદમાં લકઝરી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન