Technology: realme xt first sale in india on 16 september
  • Home
  • Featured
  • 64MPનો કેમેરા ધરાવતા સ્માર્ટફોનની ખરીદી પર મળશે જોરદાર ઓફર્સ

64MPનો કેમેરા ધરાવતા સ્માર્ટફોનની ખરીદી પર મળશે જોરદાર ઓફર્સ

 | 4:02 pm IST

realme xt first sale in india on 16 september

Realme XT સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. રૂપિયા 20,000 ના પ્રાઇઝ સેગમેન્ટમાં કંપની દ્વારા તેનો પ્રથમ 64MP પ્રાઇમરી સેન્સર ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જો તમે Realme XT ને ખરીદવાની રાહ જોઇ રહ્યાં છો, તો આ ફોનની સેલ હવે શરૂ થશે. Realme XT સેલ માટે પ્રથમ વખત 16 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. સેલ 12PM કલાકે ફ્લિપકાર્ટ અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પ્રારંભ થશે. Realme XT માં 3 રેમ અને સ્ટોરેજ વેરીએન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

Realme XT નો બેઝ મોડલ 64GB સ્ટોરેજ અને 4GB રેમ સાથે રૂપિયા 15999માં ઉપલબ્ધ કરાવશે. હવે મિડ વેરીએંટ 64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ સાથે 16999 રૂપિયામાં આવશે. તેમજ ટોપ વેરીએન્ટ 128 જીબી અને 8 જીબી રેમ સાથે 18999 રૂપિયામાં ઉપલબ્ધ હશે.Realme XT બે કલરમાં આવશે. જેમાં વ્હાઇટ અને પર્લ બ્લૂનો વિકલ્પ હશે.

Realme XT ના લોન્ચ ઓફર્સની વાત કરીએ તો ગ્રાહતોને પ્રથમ સેલમાં ખરીદિના પ્રથમ 6 મહિનામાં મફત વન-ટાઇમ સ્ક્રીન રીપ્લેસમેન્ટ મળશે. અન્ય ઓફર્સમાં નો-કોસ્ટ ઇએમઆઈ, પેટીએમ અને મોબીક્વિકથી પેમેન્ટ ઓફર્સ ઉપલબ્ધ હશે.

Realme XT સ્પેસિફિકેશન્સ:
ફોનમાં 6.4 ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ માટે ફોનમાં, ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 એઆઈઇ ચીપસેટ આપવામાં આવ્યો છે. સ્પેક્સના સપોર્ટમાં ફોનના પાવર બેકઅપ માટે 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. હેડસેટ VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીઓને સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન