NIFTY 9,622.65 +34.60  |  SENSEX 31,195.05 +138.65  |  USD 64.3800 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પુરુષોની આ આદતો ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ

પુરુષોની આ આદતો ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ

 | 1:23 pm IST

પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘણી વાત પર ડિપેન્ડ કરે છે . ઘણી એવી આદતો છે જે સ્પર્મ કાઉન્ટ ઓછા કરવા માટે જવાબદાર હોય છે. ડોક્ટરો માને છે કે બોડી ટેમ્પરેચર કરતાં સ્ક્રૂટમનું ટેમ્પરેચર એક ડિગ્રી ઓછું રહેવું જરૂરી છે. સ્ક્રૂટમનું ટેમ્પરેચર વધે તો સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે છે. એવી 5 ટેવ વિશે જે સ્ક્રૂટમનું ટેમ્પરેચર વધારી શકે છે.

દરરોજ નશો કરવો
શરાબ સિગારેટ કે બીજા કોઈ રીતના નશા કરવાથી બોડીનો સ્ટ્રેસ હાર્મોન લેવલ વધી જાય છે. તેનાથી સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે.

અપૂરતી ઊંઘ
રેગ્યુલર ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ ન લેવાથી બોડીમાં સ્ટ્રેસ વધારતા હાર્મોન્સના લેવલ વધે છે . તેનાથી બોડીનો બ્લ્ડ સર્ક્યુલેશન બગડે છે. જેના કારણે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે.

લેપટોપને પગ પર મૂકીને કામ કરવું
જો રેગ્યુલર લેપટોપને પગ પર મૂકીને કામ કરો છો તો તેની હિટ સ્ક્રૂટમ સુધી જાય છે. લોન્ગ ટાઈમ સુધી આવું કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે.

જંક ફૂડ
રેગ્યુલર ડાઈટમાં બર્ગર, પિઝા, સેન્ડવિચ જેવા જંક ફૂડ લેવાથી બોડીને પૂરતી માત્રામાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીન નહિવત્ મળે છે. તેથી સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે.

ટાઈટ કપડાં પહેરવા
ડેઈલી ટાઈટ કપડાં પહેરવાથી સ્ક્રૂટમ એટલે કે અંડકોષની કોથળીનું ટેમ્પરેચર વધવા લાગે છે તેના કારણે સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે.