Reasons for continued sexual excitement in women Persistent Genital Arousal Disorder
  • Home
  • Featured
  • મહિલાઓમાં સતત યૌન ઉત્તેજના રહેવાનું ચોંકાવનારુ કારણ આવ્યું સામે

મહિલાઓમાં સતત યૌન ઉત્તેજના રહેવાનું ચોંકાવનારુ કારણ આવ્યું સામે

 | 1:23 pm IST

મહિલાઓમાં સતત યૌન ઉત્તેજના રહેતી બીમારીને Persistent Genital Arousal Disorderથી જોડાયેલો એક નવો અભ્યાસ સામે આવ્યો છે. જેમા આ ડિસઓર્ડરના કારણે ન્યૂરોલોજિકલ પ્રોબ્લેમથી જોડવામાં આવ્યો છે. પહેલા આ બીમારીને શારીરિક કે મનોવૈજ્ઞાનિક માનવામાં આવતી હતી અને તે મુજબ તેનો ઇલાજ પણ થતો હતો.

શુ છે PGAD

પીજીએડી એવી સમસ્યા છે જે માત્ર મહિલાઓને જ હોય છે. તેનાથી પીડિત મહિલાઓમાં સેક્શુઅલ એકસાઇટમેન્ટ હોતું નથી, પરંતુ પ્રાઇવેટ પાર્ટમાં સતત ઉત્તેજનાનો અનુભવ રહે છે. આ ફીલિંગ સેક્સ કે માસ્ટરબેશનથી ઓર્ગેજમ થયા બાદ પણ રહે છે. આ સ્થિતિમાં મહિલાઓએ તણાવ, શરીરમાં દુખાવો, ડિપ્રેશન, ઉઠવા-બેસવામાં તકલીફ રહે છે. જે તેમના જીવન કે રિલેશનશીપને જીવવમાં અડચણરૂપ લાગે છે.

આ રીતે થઇ સ્ટડી

Massachusetts General Hospital દ્વારા પર્સિસ્ટેંટ જેનિટલ અરાઉજલ ડિસઓર્ડર પર કરવામાં આવેલી સ્ટડીમાં એવી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યો જેમા 11-70 વર્ષની ઉંમરની વચ્ચે આ બીમારીના લક્ષણ દેખાવવાના શરૂ થઇ જાય છે. જેમાથી ખાસ કરીને મહિલાઓએ આ વાત માની કે તેમણે દર દિવસે એક મિનિટથી લઇને ચાક કલાક સુધી આ પ્રકારના અરાઉજલ ફીલ થાય છે.

સ્ટડીમાં આ વાત આવી સામે

સ્ટડીમાં સામે આવ્યું કે પીજીએડીની સમસ્યા મહિલાઓના યૌન અંગથી દિમાગ સુધી સંકેત પહોંચાડનારી નર્વ્સમાં આવેલી સમસ્યા કે પછી કરોડરજ્જુના સૌથી નીચેના ભાગમાં કોઇ કારણથી થયેલા નુક્સાનના કારણે થાય છે. અભ્યાસમાં આ વાત પણ સામે આવી છે કે આ સમસ્યાથી પરેશાન મહિલાઓએ જ્યારે મનૌવૈજ્ઞાનિક કે ગાઇનોલોજિકલ ટ્રીટમેન્ટ માટે તો તેમણે તેમની કન્ડિશનમાં વધારે અંતર અનુભવ થયો નથી. એટલું જ નહીં. લોકલ એનેસ્થીસિયાનું ઇન્જેક્શન પણ તેને થોડ઼ીક વાર માટે જ રાહત આપી શકે. જ્યારે ન્યુરોલોજિકલ ઇલાજ 80 ટકા દર્દીઓમાં અસરકારક સાબિત થયો છે.

આ પણ જુઓ :

ખેડાના મહેમદાવાદમાં જેલમાં માનસિંહ રાઠોડનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન