Recently Actress Drusthti Dhami has completed 5 years of marriage
  • Home
  • Featured
  • લગ્નના પાંચ વર્ષ પુરા થતાં અભિનેત્રીની ખુશીનો પાર નહીં, હોઠ પર હોઠ રાખીને ફોટો વાયરલ કર્યો

લગ્નના પાંચ વર્ષ પુરા થતાં અભિનેત્રીની ખુશીનો પાર નહીં, હોઠ પર હોઠ રાખીને ફોટો વાયરલ કર્યો

 | 8:36 am IST

હાલમાં જ અભિનેત્રી દ્રષ્ટિ ધમીએ લગ્નના 5 વર્ષ પુરા કર્યા છે. તો આ દિવસે ખુશીમાં આવીને દ્રષ્ટિએ તેના પતિ સાથે ખૂબ જ હોટ ફોટો શેર કર્યા છે. બન્ને એકદમ ક્યૂટ લાગી રહ્યા છે. આ ફોટોમાં તે પતિ સાથે લિપલોક કરી રહી છે. ફોટો શેર કરીને અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘તે સમયે પ્રેમ હતો અને આજે પણ પ્રેમ છે. હંમેશા પ્રેમ રહેશે અને હંમેશા પ્રેમ કરશે. લગ્નના પાંચ વર્ષની શુભકામના. હેપી એનિવર્સરી બેબી. આ ફોટો ફેન્સને પણ ખુબ ગમ્યો છે. ટીવીની અલગ અલગ સેલેબ્રિટીએ પણ આ કપલને શુભકામનાઓ પાઠવી છે.

આ પહેલા દ્રષ્ટિએ ખુલાસો કર્યો હતો કે, ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા છે. પણ બોલિવૂડમાં કામ ન મળવાનો વસવસો નથી. રૃપેરી પડદે કામ કરવાનું કોને ન ગમે. આમ છતાં હું ટી.વી. સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવીને ઘરમાં બેસીને શો જોતાં દર્શકો સાથે ખુશ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન