ઘરે જ બનાવો ઝટપટ પાલક-રીંગણનું શાક - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઘરે જ બનાવો ઝટપટ પાલક-રીંગણનું શાક

ઘરે જ બનાવો ઝટપટ પાલક-રીંગણનું શાક

 | 8:31 pm IST

શિયાળામાં લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ત્યારે પાલકની ભાજી ખાવી સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. પરંતુ જો તમે  પાલકની ભાજી ખાઇને કંટાળી ગયા છો તો તેને રીંગણ સાથે ટ્રાય કરો. આવો જોઇએ કેવી રીતે બનાવાય  પાલક અને રીંગણનું શાક..

સામગ્રી

250 ગ્રામ- સમારેલી પાલક
2- સમારેલા રીંગણ
2- ઝીણી સમારેલી ડુંગળી
1- સમારેલું ટામેટું
4-5 લસણની કળી
1 – સમારેલું બટાકુ
અડધી ચમચી-હળદર પાઉડર
1 ચમચી -ધાણા પાઉડર
2 – લીલા મરચા સમારેલા
2 ચમચી -તેલ
ચપટી હિંગ
મીઠું સ્વાદનુસાર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઇ લો અને મધ્યમ આંચ પર કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકી દો. તેલ ગરમ થાય તે બાદ તેમાં લસણ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. તે બાદ તેમા હિંગ ઉમેરો અને ડુંગળી મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમા ટામેટાં,લીલા મરચા ઉમેરી 3 મિનિટ સુધી ચઢવા દો અને તે બાદ તેમા રીંગણ તેમજ બટાકા મિક્સ કરો. 5 મિનિટ બાદ તેમા પાલકની સાથે હળદર, ધાણા પાઉડર અને મીઠું ઉમેરો અને શાકને ઢાંકી દો. શાક બરાબર ચઢી જાય તે બાદ આંચ બંધ કરી દો. તૈયાર છે પાલક અને રીંગણની શાક. આ શાકને તમે રોટલી તેમજ પરોઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.