ઘરે જાતે બનાવો આ પ્રકારના ટેસ્ટી સ્પ્રિંગ ઢોંસા - Sandesh
NIFTY 10,936.85 +0.00  |  SENSEX 36,323.77 +0.00  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઘરે જાતે બનાવો આ પ્રકારના ટેસ્ટી સ્પ્રિંગ ઢોંસા

ઘરે જાતે બનાવો આ પ્રકારના ટેસ્ટી સ્પ્રિંગ ઢોંસા

 | 4:59 pm IST

નાના લોકોથી લઇને મોટા લોકો દરેક લોકોને ઢોંસા ખૂબ પસંદ હોય છે. આ એક રીતે સાઉથ ઇન્ડિયન ડિશ છે. આમ તો તમે મસાલા ઢોંસા, પનીર ઢોંસા સહિતના ઢોંસા ખાધા હશે. પરંતુ આજે અમે તમને સૌથી હટની નવી રીતના સ્પ્રિંગ ઢોંસા બનાવવાની રીત કહેવા જઇ રહ્યા છીએ. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ ડિશને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્પ્રિંગ ઢોંસા.

સામગ્રી

1 કપ- નૂડલ્સ
ઢોંસાનું ખીરુ
1/2 વાટકી – સમારેલી લીલી ડુંગળી
1 વાટકી – સમારેલા ગાજર
1 વાટકી – સમારેલા કેપ્સીકમ
1 ચમચી – લસણ
2-3 ચમચી – સીઝવના સોસ
1 નાની ચમચી – વિનેગર
3 ચમચી – બટર
સ્વાદઅનુસાર મીઠું

બનાવવાની રીત

સ્પ્રિંગ ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ ઢોંસાના ખીરું લો. એક પેનમાં બટર ઉમેરી ધીમી આંચ પર લસણ અને ડુંગળી ઉમેરો. તે બાદ તેમ ગાજર, કેપ્સિકમ મિક્સ કરીને બરાબરા સાંતળો. તે બાદ તેમા શીઝવાન સોસ, સોયા સોસ, મીઠુ, વિનેગર અને નૂડલ્સ મિક્સ કરીને બરાબર હલાવો. હવે ગેસ બંધ કરી દો..તે બાદ એક નોનસ્ટિક તવી ગેસ પર ગરમ કરો. તવો ગરમ થયા તે બાદ ઢોંસાના ખીરાને તેની પર બરાબપ ફેલાવી દોય. તેના પર સીઝવાન સોસ, સોયાસોસ, વિનેગર અને ન્યૂડ્સ બરાબરા મિક્સ કરો હવે તેની પર સીઝવાન સોસ અને બટર નાખી બરાબર રીતે ઢોંસા પર ફેલાવો. હવે ઢોંસા પર ચમચીથી ખીરુ મુકો.ઢોંસાને પલટીને રોલ બનાવી લો. તેને એક પ્લેટમાં નીકાળી લઇને તેના પર કટ કરો. તમારો સ્પ્રિંગ રોલ ઢોંસા તૈયાર છે. આ ઢોસાને દાળ અને સોસ ગરમા ગમ સેવ કરો.