ઝડપથી ઘરે જ બનાવો સ્વાસ્થ્યવર્ધક ગુણકારી મેથીની દાળ - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઝડપથી ઘરે જ બનાવો સ્વાસ્થ્યવર્ધક ગુણકારી મેથીની દાળ

ઝડપથી ઘરે જ બનાવો સ્વાસ્થ્યવર્ધક ગુણકારી મેથીની દાળ

 | 8:00 pm IST

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક ગણાય છે. એમાં પણ મેથીની ભાજીની વાત કરીએ તો તે અત્યંત ગુણકારી હોય છે. મેથીની ભાજીના થેપલા અને મેથીનુ શાક તો તમે અવાર-નવાર આરોગતા હશે.પરંતુ શુ તમે મેથીની દાળ ક્યારેય ટ્રાય કરી છે. તમે લંચ કે ડિનરમાં મેથીની દાળ બનાવી શકો છો. મેથીની દાળ બનાવવામાં ખૂબ સહેલી અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે.

સામગ્રી
220 – ગ્રામલાલ મસૂર દાળ
મીઠું – દોઢ ચમચી
2 મોટી ચમચી – તેલ
1 ચમચી – સરસવના બીજ
1 નાની ચમચી જીરું
1 નાની ચમચી લસણ
7-8 મીઠા લીમડાના પાન
3 સૂકા લાલ મરચાં
40 ગ્રામ ડુંગળી
1 નાની ચમચી હળદર
1 નાની ચમચી લાલ મરચું પાઉડર
75 ગ્રામ ટામેટા
100 ગ્રામ મેથીના પાન
પાણી માપ અનુસાર

બનાવવાની રીત

સૌ પ્રથમ બાઉલમાં 200 ગ્રામ લાલ મસૂર દાળ અને 500 મિલીલીટર પાણી મિક્સ 30 મિનિટ સુધી પલાળીને રાખો. એક કડાઇમાં 750 મિલી લીટર પાણી, પલાળેલી દાળ, નાની ચમચી મીઠું ઉમેરો. હવે એક કડાઇમાં 2 મોટી ચમચી તેલ મધ્યમ આંચ પર ગરમ કરો. તે બાદ તેમા 1 નાની ચમચી સરસવના બીજ,1 નાની ચમચી જીરુ મિક્સ કરીને સાંતળો. ત્યાર બાદ તેમા 1 નાની ચમચી લસણ, 7-8 મીઠા લીમડાના પાન, 3 સુકું લાલ મરચાની મિક્સ કરી 2થી 3 મિનિટ રાખો. હવે તેમા ડુંગળી મિક્સ કરી બ્રાઉન થવા દો. અને તેમા 1 નાની ચમચી હળદર અને મરચાનો પાઉડર મિક્સ કરો. તે બાદ તેમા ટામેટા મિક્સ કરી 2 મિનિટ સુધી રહેવા દો, જ્યાં સુધી તે નરમ ન થાય. હવે તેમા પાણી ઉમેરી મેથીના પત્તાને મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 મિનિટ ઉકાળો. તેને આંચ પરથી ઉતારી લો. તૈયાર છે મેથીની દાળ..