આ રીતે ઘરે બનાવો ચાઈનીઝ 'હોટ એન્ડ સાવર' સૂપ, ઘરના બધા થઇ જશે ખુશ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ચાઈનીઝ ‘હોટ એન્ડ સાવર’ સૂપ, ઘરના બધા થઇ જશે ખુશ

આ રીતે ઘરે બનાવો ચાઈનીઝ ‘હોટ એન્ડ સાવર’ સૂપ, ઘરના બધા થઇ જશે ખુશ

 | 6:18 pm IST

હોટ એન્ડ સાવર સૂપ એવું સૂપ છે જે આખા શરીરમાં ગરમાવો લાવી દે છે. તમે એને ઇચ્છો તો વધારે તીખો પણ બનાવી શકો છો અને જો વધારે તીખું ન ભાવતું હોય તો થોડું મોળું પણ રાખી શકો છો. તો આજે તમે શીખો લો કેવી રીતે બનાવાય ‘હોટ એન્ડ સાવર’ સૂપ.

સામગ્રી
1/4 ગાજર
4 થી 5 ટેબલ સ્પૂન કોબી સમારેલી
2 ટેબલ સ્પૂન ગ્રીન ડુંગળી સમારેલી
1 ટેબલ સ્પૂન સેલેરી સમારેલી
2 નંગ લીલા મરચાં સમારેલા
1/2 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન લીંબુનો રસ
4 થી 5 કળી લસણ
3 થી 4 ટેબલ સ્પૂન કેપ્સિકમ
1 ટેબલ સ્પૂન સોયા સોસ
1 ટી સ્પૂન તેલ
1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
મીઠું સ્વાદાનુસાર
મરી પાવડર સ્વાદાનુસાર

રીત
સૌ પ્રથમ સેલેરી, લીલી ડુંગળી, ગાજર, કોબી બધાને સરસ રીતે ઝીણા સમારી લો. ડુંગળીમાં વ્હાઇટ અને ગ્રીન બંને ભાગને અલગ-અલગ કટ કરીને રાખો. હવે એક ઉંડા પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં ઉમેરીને સાંતળો. મરચાં સંતળાય જાય એટલે તેને કાઢી લો. આમ કરવાથી મરચાંનો સ્વાદ આવી જશે વાનગીમાં. હવે એ જ તેલમાં સમારેલું લસણ ઉમેરીને સાંતળો. લસણ સાથે ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરીને સાંતળો. એકાદ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી સિવાયના બધા જ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરીને સાંતળો. લગભગ એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ત્રણ કપ પાણી ઉમેરો. જો તમે ઈચ્છો તો પાણીની જગ્યાએ વેજિટેબલ સ્ટોક પણ ઉમેરી શકો છો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. લગભગ પાંચેક મિનિટ બાદ તેમાં કોર્ન ફ્લોર કે જે બે ચમચી જેટલા પાણીમાં ઓગાળેલો હોય તે ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. કોર્નફ્લોરને પહેલાથી જ પાણીમાં ઓગળી લેશો એટલે તેમાં ગઠ્ઠા રહેવાની શક્યતા ઓછી રહેશે. લગભગ બે મિનિટ ઉકાળ્યા બાદ લગભગ સૂપ યોગ્ય માત્રામાં ઘટ્ટ બની જશે. હવે તેમાં સોયા સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા બાદ તેમાં મરી પાવડર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે લીલી ડુંગળી અને ગાજરની છીણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સૂપ સર્વ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન