ઘરે ઝટપટ આ રીતે બનાવો બેબી કોર્ન પનીરનું શાક - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઘરે ઝટપટ આ રીતે બનાવો બેબી કોર્ન પનીરનું શાક

ઘરે ઝટપટ આ રીતે બનાવો બેબી કોર્ન પનીરનું શાક

 | 8:31 pm IST

તમે મકાઇના દાણા, ચીઝ મકાઇ, મકાઇના ભજીયા તો ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે મકાઇને પનીર સાથે ટ્રાય કર્યું છે. તો આજે આપણે કોર્નને પનીર સાથે ટ્રાય કરીશું. ચાલો જોઇએ કેવી રીતે બનાવાય બેબી કોર્ન પનીર..આ રેસિપી સહેલાઇથી અને ઝડપથી બની જશે.

સામગ્રી
250 ગ્રામ -પનીર
10-15 – બેબી કોર્ન
2 – ડુંગળી
3 – કેપ્સીકમ
3 – ટામેટા
2 ચમચી – તેલ કે માખણ
1/2 ચમચી -હળદર
2 ચમચી – જીરૂ પાઉડર
1 ચમચી – મેથી
2 ચમચી – લીલી કોથમીર
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત
સૌ પ્રથમ પનીરને એક સરખા ટૂકડામાં કટ કરી લો. હવે બેબી કોર્નની પાતળી સ્લાઇસ કરી લો.ડુંગળીને મોટા ટૂંકડામાં કટ કરો અને ટામેટા તેમજ કેપ્સીકમના બીજ નીકાળી એક સરખા માપમાં કટ કરો. તે બાદ તેલ કે માખણ ગરમ કરી તેજ આંચ પર ડુંગળીને બરાબર સાંતળો. બેબી કોર્ન, કેપ્સિકમ, ટામેટું, હળદળ, લાલ મરચું, જીરૂ અને મેથી તેમજ મીઠું મિક્સ કરી શાકને બરાબર સાંતળી લો. હવે પનીરના ટૂકડાને ઉમેરો હવે તેમા ફરીથી થોડૂક તેલ અને થોડુક પાણી ઉમેરી 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. તૈયાર છે ગરમા ગરમ બેબી કોર્ન પનીરનું શાક.. બેબી કોર્ન પનીરને તમે કોથમીરથી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરી શકો છો.