Recipe : How To Make Masala Chai At Home
  • Home
  • Food & Travel
  • ઝટપટ બનાવો ચા મસાલો અને એવી ચા બનશે કે આખા ઘરમાં સુગંધ છવાઇ જશે

ઝટપટ બનાવો ચા મસાલો અને એવી ચા બનશે કે આખા ઘરમાં સુગંધ છવાઇ જશે

 | 1:04 pm IST

જો સવારમાં એક કપ સરસ ચા મળી જાય તો આખો દિવસ મૂડ ફ્રેશ રહે છે. તો આજે અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે બનાવી શકાય પરફેક્ટ ચાનો મસાલો. એવો ચા નો મસાલો કે એના ઉપયોગ કરવાથી આખા ઘરમાં સુગંધ પ્રસરી જાય.

સામગ્રી :
100 ગ્રામ – મરી પાઉડર
100 ગ્રામ – સૂંઠ પાઉડર
25 ગ્રામ – લવિંગ પાઉડર
25 ગ્રામ – તજ પાઉડર
30 ગ્રામ – ગંઠોડા પાઉડર
25 ગ્રામ – એલચી પાઉડર
05 ગ્રામ – જાયફળ પાઉડર
05 ગ્રામ – જાવંત્રી પાઉડર

રીત :
આ બધા પાઉડર ભેગાં કરી એક એરટાઈટ બાટલીમાં ભરી લો અને ચા બનાવતી વખતે થોડો ચાનો મસાલો નાખીને ચાની મજા માણો. ચા ને હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. તેનાથી રંગ અને ફ્લેવર સારો આવશે. દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદમુજબ નાખીને એકવાર સારી રીતે ઉકાળો. તમે ચાહો તો ચમચાથી તેને હલાવતા રહો. વધુ પડતી ઉકાળવાથી ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ધ્યાન આપો. તમને લાઈટ ચા નો સ્વાદ પસંદ છે તો પત્તીદાર ચા નો ઉપયોગ કરો. કડક ચા માટે ઝીણી ચા પત્તીનો ઉપયોગ કરો. ગુલાબી ચા માટે દાનેદાર ચા ઉપયોગમાં લો.

ફૂડ એક્સપર્ટ પણ આ સલાહ આપે છે કે 6 મિનિટથી વધુ સમય સુધી ચા ન ઉકાળો. હંમેશા તાજી ચા જ પીવો. વધુ સમય સુધી ચા ને વાસણમાં ન મુકો કે ન તો તેનો ઉપયોગ કરો. ચા મસાલો ના હોય તો આખા મસાલા (જેવા કે લવિંગ, તજ અને ઈલાયચી) ને ઉકાળતા પાણીમાં જ નાખી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન