આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંચમેળ દાળ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંચમેળ દાળ

આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંચમેળ દાળ

 | 5:42 pm IST

તમને ખાવામાં ભરપૂર પોષણ અને સ્વાદ લાવવો છે, તો બનાવતા શીખો પંચમેળ દાળ.. આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે બાદ તેનો વઘાર કરવામાં આવે છે.

સામગ્રી
1/4 તુવેર દાળ
1/4 મગની દાળ
1/4 ચણાની દાળ
1/4 મસૂરની દાળ
1/4 અડદની દાળ
1 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ
સ્વાદાનુસાર મીઠું
2 ચમચી – કોથમીર

વઘાર માટેની સામગ્રી
અડધી ચમચી – રાઇ
અડધી ચમચી – જીરૂ
1 ચમચી – હીંગ
2 – સમારેલા ટામેટા
2 – સમારેલી ડુંગળી
3 – સમારેલા મરચાં
1 ચમચી – આદુ અને લસણની પેસ્ટ
અડધી ચમચી – ગરમ મસાલો
2 ચમચી – ધી

 

બનાવવાની રીતી
પંચમેળ દાળ બનાવવા માટે સૌ પ્રથમ બધી દાળને સાફ કરીને ધોઇ લો અને 10 મિનિટ માટે એક વાસણમાં પલાળી રાખો. એક કૂકરમાં પાણી નાખીને તેમા આ પાંચ દાળ, હળદર,ધાણાજીરૂ, લાલ મરચું અને મીઠું ઉમેરી બાફો. 3 સીટી વાગે તે બાદ ગેસ બંધ કરી લો. તે બાદ આ દાળને એક ચમચા વડે બરાબર મેશ કરી લો.

વઘાર કરવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો. હવે મધ્યમ આંચ પર ઘીમાં રાઇ, જીરૂ ઉમેરો. તે બાદ તેમા હીંગ, ગરમ મસાલો, લીલુ મરચુ અને આદુ-લસણની પેસ્ટ ફ્રાય કરી લો. તે બાદ તેમા ડુંગળીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમા ટામેટા ઉમેરીને 2થી 3 મિનિટ રાખો. મસાલો બરાબર સાંતળી લો તે બાદ તેમા બાફેલી દાળ મિક્સ કરો અને 4-5 મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકાળો. હવે ગેસ બંધ કરીને કોથમીર અને મરચાંથી સજાવો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંચમેળ દાળ..પંચમેળ દાળને તમે રાઇસ સાથે ટ્રાય કરી શકો છો.