રક્ષાબંધનમાં આ રીતે ઘરે બનાવો 'કેસર કાજુ કતરી' - Sandesh
  • Home
  • Food & Travel
  • રક્ષાબંધનમાં આ રીતે ઘરે બનાવો ‘કેસર કાજુ કતરી’

રક્ષાબંધનમાં આ રીતે ઘરે બનાવો ‘કેસર કાજુ કતરી’

 | 3:51 pm IST

વાર-તહેવાર હોય એટલે ગુજરાતી પરિવાર અનેક જાતની તૈયારીઓમાં લાગી જાય છે. આમ કોઇ ઘરે પકવાન બનાવવામાં વ્યસ્ત હોય તો કોઇ ઘરે મીઠાઇ બનાવીને તહેવારની તૈયારીઓ કરતા હોય છે. આમ કાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી બહેન ભાઈના ઘરે આવી હોય એટલે તેની આગતા-સ્વાગતામાં કોઈ કમી ન રહે તેનુ ખુબ ધ્યાન રાખવામાં આવતુ હોય છે તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ રક્ષાબંધન સ્પેશ્યલ ‘કેસર કાજુ કતરી’ બનાવવાની રીત..

સામગ્રી
– 500 ગ્રામ કાજુ
– 200 ગ્રામ ખાંડ
– 1 ટેબલસ્પૂન દૂધ
– 1 ટીસ્પૂન કેસરના તાંતણા
– ચપટી કેસરી કલર (ઓપ્શનલ)
– ચાંદીનો વરખ

બનાવવાની રીત
– કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
– દૂધ ગરમ કરી, તેમાં કેસરને થોડીવાર પલાળી રાખી, બરાબર ઘુંટવું.
– હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી.
– ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કેસરવાળું દૂધ અને કલર નાંખી, બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે રાખવું.
– પછી તેમાં કાજુનો ભૂકો નાંખી, મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
– મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેનો ગોળો વાળવો.
– પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી તેનો જાડો રોટલો બનાવવો.
– ત્યારબાદ તેના કાપા પાડી, ઉપર ચાંદીની વરખ લગાડવી.
– તૈયાર છે મજેદાર કેસર-કાજુ કતરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન