Recipe Malpua
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે ગરમા ગરમ બનાવો સ્વાદિષ્ટ માલપુઆ

આ રીતે ગરમા ગરમ બનાવો સ્વાદિષ્ટ માલપુઆ

 | 10:15 am IST

જગન્નાથની રથયાત્રાનો તહેવાર આવે અને મિષ્ટાનમાં માલપુઆ યાદ ના એવું બને જ નહીં. માલપુઆ તમે ઘરે જ એકદમ સ્વાદિષ્ટ બનાવી શકો છો. તો આવો આજે અમે તમને સહેલાઇથી કેવી રીતે બનાવાય તેની રીત જણાવીએ.

સામગ્રી
2 કપ- ઘઉંનો લોટ
3-4 – પીસેલી ઇલાયચી
1 ચમચી પીસેલી વરિયાળી
1/2 કપ – ખાંડ
3 મોટા ચમચા – દૂધ
તળવા માટે – ધી

બનાવવાની રીત
માલપુઆ બનાવા માટે સૌપ્રથમ એક તાવડીમાં 3/4 કપ પાણીમાં ખાંડ નાંખી ધીમી આંચે 4 થી 6 મિનિટ સુધી અથવા તો પછી ખાંડ ઓગળીને 1 તારની ચાસણી તૈયાર થાય ત્યાં સુધી બરાબર ઉકાળો. ત્યારબાદ તેમાં કેસર-દૂધનું મિશ્રણ
મેળવી બરાબર મિક્સ કરી બાજુ પર મૂકી દો.

ચાસણી તૈયાર થઇ ગયા બાદ એક બાઉલમાં ઘઉંનો લોટ એવો રીતે મિક્સ કરો કે ગઠ્ઠા ના પડી જાય. ત્યારબાદ ઢોંસાના ખીરાની જેમ નૉન સ્ટીક ગરમ થાય એટલે ઘી ચોપડી તેના પર ખીરું પાથરો. તેને ઘીમાં શેકી ગોલ્ડન બ્રાઉન થવા દો.
ત્યારબાદ તૈયાર થયેલા માલપુઆને ખાંડની ચાસણીમાં ડુબાડી દો. આજ પ્રમાણે બીજા માલપુઆ તૈયાર થયા બાદ તેના પર બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.