બટેટાની ચિપ્સમાંથી આ રીતે બનાવો શાક, દાઢે વળગશે સ્વાદ - Sandesh
  • Home
  • Food & Travel
  • બટેટાની ચિપ્સમાંથી આ રીતે બનાવો શાક, દાઢે વળગશે સ્વાદ

બટેટાની ચિપ્સમાંથી આ રીતે બનાવો શાક, દાઢે વળગશે સ્વાદ

 | 12:13 pm IST

સામગ્રી

બટાટા લાંબા સમારેલા- 3 કપ
તેલ- તળવા માટે
સમારેલ કાજૂ- 3 ચમચી
જીરૂં- 1 ચમચી
તલ- 1 ચમચી
હળદર- 1 ચમચી
મરચું પાવડર- 2 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
લીમડો અને હીંગ- વઘાર માટે
ખાંડ- 1 ચમચી
લીંબુ – જરૂર મુજબ

રીત
એક કઢાઈમાં તેલ ગરમ મુકી બટેટાની ચિપ્સને તળી અને તેને સાઈડ પર રાખી દો. ત્યારપછી એક અન્ય પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરૂં, તલ સાંતળો, ત્યારપછી તેમાં કાજૂ સાંતળી લો અને પછી તેમાં લીમડો અને હીંગ ઉમેરી બટેટાની ચિપ્સ ઉમેરો. 5 મિનિટ માટે હલાવી અને તેમાં મીઠું, ખાંડ, હળદર, મરચું ઉમેરો અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન