રક્ષાબંધને ગળપણ ખાઈને કંટાળ્યા હો તો આવતીકાલે 4 સ્ટેપમાં બનાવો તીખુંતમતમતમતું 'સેવ ઉસળ' - Sandesh
  • Home
  • Food & Travel
  • રક્ષાબંધને ગળપણ ખાઈને કંટાળ્યા હો તો આવતીકાલે 4 સ્ટેપમાં બનાવો તીખુંતમતમતમતું ‘સેવ ઉસળ’

રક્ષાબંધને ગળપણ ખાઈને કંટાળ્યા હો તો આવતીકાલે 4 સ્ટેપમાં બનાવો તીખુંતમતમતમતું ‘સેવ ઉસળ’

 | 12:47 pm IST

સામગ્રી
1 ટી સ્પૂન ગરમ મસાલો
1 કપ સફેદ વટાણા
3 ટામેટાં
1/2 ટી સ્પૂન હીંગ
1 ટી સ્પૂન મરચું
આદુ-મરચાં-લસણની પેસ્ટ
2-3 તજ લવિંગના ટુકડા
1 ટી સ્પૂન ધાણાજીરુ
1 ટી સ્પૂન જીરું
ખજૂર આમલી લસણની ચટણી
ઝીણી સેવ
લીમડો
1 ટી સ્પૂન જીરુ
મીઠું સ્વાદ પ્રમાણે
લીંબુનો રસ
ડુંગળી ઝીણી સમારેલી

પદ્ધતિ
1. સૌ પ્રથમ વટાણાને 3-4 કલાક માટે પલાળી દો
2. ત્યાર બાદ તેને પ્રેશરકુકરમાં છુટા જ બાફવા મુકી દો. તેમાં થોડી હળદર, મરચું મીઠું ધાણા જીરું ઉમેરવાં અને 3-4 સીટી વગાડવી-એક કડાઈમાં તેલ મુકી તેમાં તજ લવિંગ, જીરું, હિંગ, આદું-મરચાં લસણની પેસ્ટ ઉમેરવી તેમજ ટામેટાની ગ્રેવી નાંખો તેમાં બધો જ મસાલો ઉમેરો
3. તેમાં વટાણા ઉમેરો અને તેમાં થોડુ પાણી ઉમેરી રસો તૈયાર કરો.
4. જમતા સમયે જ આ ઉસળ ઉપર ઝીણી સેવ ભભરાવવી-ડિશ સર્વ કરતાં પહેલાં કોથમીર, લાલ લીલી ચટણી, ડુંગળી ટામેટાથી ગાર્નિશ કરી સેવઉસળ સર્વ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન