નાસ્તા માટે ઝડપથી ઘરે બનાવો પૌઆ કટલેસ, બાળકો પણ થઇ જશે ખુશ - Sandesh
NIFTY 10,976.20 +39.35  |  SENSEX 36,412.10 +88.33  |  USD 68.3875 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • નાસ્તા માટે ઝડપથી ઘરે બનાવો પૌઆ કટલેસ, બાળકો પણ થઇ જશે ખુશ

નાસ્તા માટે ઝડપથી ઘરે બનાવો પૌઆ કટલેસ, બાળકો પણ થઇ જશે ખુશ

 | 3:37 pm IST

પૌઆ તો તમે અનેક વાર નાસ્તામાં પણ બનાવો છો. પરંતુ શુ તમે નાસ્તામાં પૌઆ ખાઇને કંટાળી ગયા છો. તો આવો આજે આપણે પૌઆની કટલેસ બનાવતા શીખશું. આ કટલેસ તમે બાળકોને શાળામાં પણ આપી શકો છે. જે સરળતાથી અને ઝડપથી બની જશે..

સામગ્રી

1 કપ- પૌઆ
1/2 કપ બાફેલા બટાકા
1/2 કપ બાફેલા વટાણાં
2 મોટી ચમચી – દહીં
1/2 ચમચી – કાળા મરી પાઉડર
1/2 ચમચી – લાલ મરચું
1/4 ચમચી -હળદર પાઉડર
1/2 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – ધાણાં પાઉડર
1/2 ચમચી – સમારેલા લીલા મરચું
1 ચમચી -આદુ
2 ચમચી – સમારેલી કોથમીર
1 ચમચી – મીઠુ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં પૌંઆને પાણીથી ધોઇ લો અને પલાળી રાખો. તે બાદ બાફેલા બટેકાને બરાબર મસળી લો. તે બાદ તેમાં વટાણાં ઉમેરો. એક બાઉલ લો અને બાદમાં તેમા મરચાની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, પૌઆ મિક્સ કરો. તેમા દહીં, હળદર પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો, કાળા મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો . આ દરેક સામગ્રીને બરાબર મિક્સ કરો. તેમા કોથમીર ઉમેરો. તે બાદ આ મિશ્રણને પેટીસનો આકાર આપો. હવે એક કડાઇ લો અને તેમા તેલ લો. હવે તેલને ગરમ કરો. તેમા તૈયાર કરેલી પૌઆની પેટીસ તરો. તે હલકા બ્રાઉન રંગની થાય એટલે બહાર નીકાળી દો. તૈયાર છે તમારી ગરમા ગરમ અને સ્વાદિષ્ટ પૌઆની કટલેસ.. આ કટલેસને તમે ચટણી કે કેચપ સાથે પણ સર્વ કરી શકો છો.