ગુલાબી ઠંડીમાં માણો ગરમ-ગરમ વઘારેલો રજવાડી રોટલો - Sandesh
  • Home
  • Food & Travel
  • ગુલાબી ઠંડીમાં માણો ગરમ-ગરમ વઘારેલો રજવાડી રોટલો

ગુલાબી ઠંડીમાં માણો ગરમ-ગરમ વઘારેલો રજવાડી રોટલો

 | 3:02 pm IST

શિયાળાની ઋતુમાં ખાણી પીણીની મજા કંઇક અલગ હોય છે. ઠંડી શરૂ થતા જ ગુજરાતી લોકોમાં બાજરીનો રોટલો ફેવરિટ હોય છે. તો આવો જોઇએ આજે રજવાડી રોટલો કેવી રીતે બનાવવો.

સામગ્રી
– 2 રોટલા
– 2 વાટકી ખાટું દહીં
– ૧૫-૨૦ કળી લસણ
– જાડું ફૂટી લેવું.
– ૨ મીડિયમ સાઈઝ ડુંગળી સમારેલી
– આદુનો ૧ ઈંચ ટુકડો
– ૨ લીલા મરચાં
– ૧ સૂકું લાલ મરચું
– 1 ચમચી લાલ મરચું પાવડર
– ૧/૨ ચમચી હળદર
– ૨ થી ૩ ચમચા તેલ
– મીઠું, સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

– સૌપ્રથમ જાડા તળીયાવાળી હાંડીમાં તેલ ગરમ કરો.
– તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.
– બાદમાં આદુ-મરચાની પેસ્ટ અને જાડું ફૂટેલું લસણ અને થોડી બારીક સમારેલ લીલા મરચાં ની કટકી ઉમેરી સાંતળી લેવું.
– પછી તેમાં સૂકા મરચાં ને થોડું સાંતળી હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી મધ્યમ આંચ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.
– તેમાં દહીં ઉમેરી બે-પાંચ મિનીટ સુધી પાકવા દેવું. દહીં ઉમેર્યા પછી મિશ્રણ સતત ચલાવતાં રહેવું.
– સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવું.
– છેલ્લે રોટલાનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી ધીમી આંચ પર બે મિનીટ સુધી પાકવા દેવું.
– પ્લેટમાં રોટલો લઈ ચાહો તો દેશી માખણ મુકી કોથમરી વડે ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.