Reconstruction of navlakhi case video viral on social media
  • Home
  • Featured
  • નવલખીમાં નરાધમોનો કાંડ: યુવતીને કઈ રીતે જાળીમાં ખસેડી દુષ્કર્મ આચર્યું, એક-એક સ્ટેપ બતાવ્યું

નવલખીમાં નરાધમોનો કાંડ: યુવતીને કઈ રીતે જાળીમાં ખસેડી દુષ્કર્મ આચર્યું, એક-એક સ્ટેપ બતાવ્યું

 | 3:16 pm IST

આખા ગુજરાતની જનતા જેના પર ગુસ્સે ભરાઈ છે એવા નવલખીકાંડના આરોપીઓનું આજે પોલીસ સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. લોકોની ભારે ભીડ વચ્ચે આ નરાધમોએ પુરી કહાની જણાવી હતી. જો કે જ્યારે આ લુખ્ખા તત્વો પોલીસના સકંજામા આવ્યા હતા ત્યારે પીડીતાના વિસ્તારના આસપાસના મોટાભાગના લોકોએ હૈદરાબાદવાળી કે પછી તેમને જાહેરમાં ફાંસી આપી દેવાની માંગ કરી હતી.

લોકોનું કહેવું એવું હતું કે દુષ્કર્મીઓને એવી સજા આપવી જોઇએ કે બીજો કોઇ વ્યકિત આવુ કૃત્યુ કરવાનો વિચાર કરતા પહેલા જ ફફડી ઉઠે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પીડિતા અને તેનો ફિયાન્સ એક જગ્યાએ બેઠા હતા ત્યારે આ બે નરાધમો આવ્યા. પીડિતાના ફિયાન્સને મારીને ભગાડી મૂક્યો પછી નરાધમોએ યુવતીને જાળીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. હવે આજે આ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ વીડિયો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન