દેશના વિવિધ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે રેકોર્ડબ્રેક 600 અરજીઓ મળી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • દેશના વિવિધ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે રેકોર્ડબ્રેક 600 અરજીઓ મળી

દેશના વિવિધ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે રેકોર્ડબ્રેક 600 અરજીઓ મળી

 | 7:00 am IST
  • Share

પ્રત્યેક વર્ષની જેમ આ વખતે પણે ૨૦૨૧ના વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર દેશના રમતવીરોને ભારતના રમત મંત્રાલય દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ૨૦૨૧ના એવોર્ડ માટે આ વખતે રેકોર્ડ બ્રેક ૬૦૦ ખેલાડીઓ તથા કોચિસે ખેલ રત્ન, અર્જુન તથા દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ માટે પોતાના નામ મોકલ્યા છે. રિપોર્ટના અનુસાર ૨૦૨૦માં  લગભગ વિક્રમી ૪૦૦ અરજીઓ મળી હતી અને આ વખતે ગયા વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મંત્રાલયના અધિકારીઓ આ અરજીઓની સમીક્ષા કરીને પસંદગી સમિતિને શોર્ટલિસ્ટની યાદી આપશે.

મેજર ધ્યાનચંદ, ખેલ રત્ન માટે કુલ ૩૫ અરજીઓ મળી છે. અર્જુન એવોર્ડ માટે ૨૧૫ ખેલાડીઓએ અરજી કરી છે. બંને કેટેગરીમાં અનુક્રમે બે તથા ૧૫ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવતા હોય છે. કોચ માટેના વિશેષ દ્રોણાચાર્ય એવોર્ડ માટે ૧૦૦ જેટલી અરજીઓ મળી છે. ધ્યાનચંદ લાઇફટાઇમ એેચિવમેન્ટ એવોર્ડ માટે મંત્રાલયને ૧૩૮ અરજીઓ મોકલવામાં આવી છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રોત્સાહન એવોર્ડ માટે કુલ ૩૬ કોર્પોરેટ સેક્ટર, એનજીઓ તથા અન્ય સંસ્થાઓએ પણ અરજી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન