Record-breaking in the stock market, the Sensex crossed 61,000 for the first time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શેરમાર્કેટ રેકોર્ડબ્રેક ઉંચાઈએ, સેન્સેક્સ પહેલી વખત 61,000ને પાર

શેરમાર્કેટ રેકોર્ડબ્રેક ઉંચાઈએ, સેન્સેક્સ પહેલી વખત 61,000ને પાર

 | 11:06 am IST
  • Share

  • ભારતીય શેરબજારમાં સતત તેજી
  • નિફ્ટી અને સેન્સેક્સ આજે ફરી વિક્રમી ઉંચાઈએ પહોંચ્યા
  • સેન્સેક્સ પહેલી વખત 61,000ને પાર

ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહ્યી છે. નિફ્ટી અને સેન્સેક્સ આજે ફરી વિક્રમી ઉંચાઈએ પહોંચ્યા છે. સેન્સેક્સ 61,000ને પાર કરી ગયો છે. આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સ 61,000 ને પાર કરી ગયો છે.શેરબજારે આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સે પ્રથમ વખત 61,000 નો આંકડો પાર કર્યો છે. સેન્સેક્સ હાલમાં 316 પોઈન્ટના ઉછાળા સાથે 61,055 પર કારોબાર કરી રહ્યો છે. બીજી બાજુ નિફ્ટી પણ 100 અંકના વધારા સાથે 18,260 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે રેકોર્ડ સ્તરે વેપાર કરતા જોવા મળી રહ્યા છે.

સેન્સેક્સ આજે 373.99 પોઈન્ટના વધારા સાથે 61,111.04 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 111.10ના વધારા સાથે 18,272.85 પર ખુલ્યો હતો. આજે માર્કેટમાં ઈન્ફોસિસ અને વિપ્રો ટોચ પર હતા. PSUs બેન્કો, રિયલ્ટી અને IT પણ માર્કેટમાં આગળ જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો