Record Level Growth in TCS's Share, Company's Profit Reached by 23.46 percent
  • Home
  • Business
  • ટીસીએસનાં શેરમાં રેકોર્ડ સ્તરનો વધારો, કંપનીનો નફો 23.46 ટકા વધ્યો

ટીસીએસનાં શેરમાં રેકોર્ડ સ્તરનો વધારો, કંપનીનો નફો 23.46 ટકા વધ્યો

 | 5:01 pm IST

ટાટા કંસલ્ટન્સી સર્વિસ(ટીસીએસ)નાં શેયર બુધવારે 6%થી પણ વધારે ઝડપથી અત્યાર સુધીનાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તે બીએસઈ પર 1,991 અને એનએસઈ પર 1,992.75નાં ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં અંદાજે 34,000 કરોડ રૂપિયાથી વધીને 7.58 લાખ કરોડ રૂપિયા થઇ છે. ટીસીએસ દેશની સૌથી વધારે માર્કેટ કેપવાળી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6.54 લાખ કરોડ સાથે બીજા નંબરે છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસે મંગળવારે એપ્રિલ-જૂનનાં ત્રિમાસિક નાણાકીય પરિણામ જાહેર કર્યા હતા. કંપનીનો વાર્ષિક નફો 23.46 વધીને 7,340 કરોડ રૂપિયા થઇ ગયો છે. રેવેન્યૂ 16% વધીને 34,261 રૂપિયા છે. બંનેમાં અત્યારે સૌથી વધારે ગ્રોથ છે. એપ્રિલ-જુન 2017માં રેવેન્યૂ 29,584 કરોડ અને નફો 5,945 કરોડ રૂપિયા છે.

ટીસીએસનાં શેર 2018નાં 6 મહિનામાં રોકાણકારોને 48% રિટર્ન આપી ચુક્યા છે.