મૉસ્કોમાં એક દિવસમાં રેકર્ડબ્રેક 17 ઇંચ બરફવર્ષા, Photos જોઇ ઠુઠવાઇ જશો - Sandesh
  • Home
  • Photo Gallery
  • મૉસ્કોમાં એક દિવસમાં રેકર્ડબ્રેક 17 ઇંચ બરફવર્ષા, Photos જોઇ ઠુઠવાઇ જશો

મૉસ્કોમાં એક દિવસમાં રેકર્ડબ્રેક 17 ઇંચ બરફવર્ષા, Photos જોઇ ઠુઠવાઇ જશો

 | 2:24 pm IST


રશિયાની રાજધાનીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ બરફવર્ષા થતાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું. જ્યારે 5 બીજા ઘાયલ થઇ ગયા. મૉસ્કોમા શનિવારથી જ સુસવાટાબંધ પવનથી ભારે બરફવર્ષા થઇ રહી છે. તેના લીધે સામાન્ય જનજીવન પર અસર પડી છે. મૉસ્કોના ઇતિહાસમાં અત્યારસુધીની સૌથી વધુ બરફવર્ષા મનાય રહી છે. સોમવારના રોજ 43 સેન્ટીમીટર બરફ પડ્યો હતો. આની પહેલાં 1957માં અંદાજે 38 સેન્ટીમીટર બરફ પડ્યો હતો. મૉસ્કોના મેયર સર્ગઇ સોબિયાનિન એ રવિવારના રોજ પુષ્ટિ કરી કે એક વ્યક્તિનું મોત ત્યારે થયું જ્યારે તેના પર વૃક્ષ પડ્યું. અધિકારીઓના મતે સમગ્ર શહેરમાં 2000થી વધુ વૃક્ષ પડી ગયા છે.

બરફવર્ષાના લીધે 3000થી વધુ ઘરોની વીજળી ગુલ થઇ ગઇ. હવામાન વિભાગ એ સોમવારના રોજ વધુ બરફવર્ષા અને તાપમાનમાં ઘણો ઘટાડો થવાની ચેતવણી જાહેર કરી છે. રૂસના હવામાન વિભાગના મતે મંગળવારના રોજ મૉસ્કોમાં તાપમાન -7થી -2 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. પ્રભાવિત વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સર્વિસીસને ઇમરજન્સી મોડમાં કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.