Recover deleted videos and post on Instagram in these steps
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ રીતે Instagram પર ડિલિટ થયેલા વીડિયો અને પોસ્ટ કરો રિકવર, ફોલો કરો આ સ્ટેપ્સ

આ રીતે Instagram પર ડિલિટ થયેલા વીડિયો અને પોસ્ટ કરો રિકવર, ફોલો કરો આ સ્ટેપ્સ

 | 9:58 am IST
  • Share

ફોટો (PHOTO)અને વિડિયો(VIDEO) શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ(Instagram)એ તાજેતરમાં એક નવી સુવિધાની જાહેરાત કરી છે. આ ફીચરનું નામ Recently Deleted છે. આ ફીચર યૂઝર્સને તાજેતરમાં ડિલિટ કરવામાં આવેલી પોસ્ટ્સ અને વિડિયોઝને રિકવર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ પોસ્ટ અથવા વિડિયો ભૂલથી ડિલિટ થઈ જાય છે, તો તમે તેને આ ફીચરની મદદથી ફરી રિકવર કરી શકો છો. આ ફીચર ખાસ કરીને જૂની પોસ્ટ્સ માટે તૈયારી કરવામાં આવ્યું છે જે એપ્લિકેશનમાંથી ડિલિટ થઈ ગઈ છે. જો યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો પછી તેમને નીચેના સ્ટેપ્સને ફોલો કરવાના રહશે.

ઇન્સ્ટાગ્રામએ તેના ઓફિશિયલ પેજ દ્વારા જાહેર કર્યું છે કે કંપનીએ વપરાશકર્તાઓના એકાઉન્ટને વધુ સુરક્ષિત કરવા માટે અનેક સુરક્ષા ધોરણો ઉમેર્યા છે. આપણે જાણીએ છીએ કે હેકર્સ કેટલીકવાર એકાઉન્ટને હેક કરીને તેની બધી વિગતો અથવા પોસ્ટ્સ ડિલિટ કરી નાખે છે. અત્યાર સુધી લોકો પાસે સરળતાથી તેમના ફોટા અને વિડિયોને ફરીથી રિકવર કરવાની કોઈ સુવિધા નહોતી. આવી સ્થિતિમાં Recently Deletedથી પરમાનેંટલી કોન્ટેટં ડિલિટ કરતા પહેલા હવે યૂઝર્સને પુછવામાં આવશે કે તે વાસ્તવિક એકાઉન્ટ હોલ્ડર છે કે નહીં.

Instagram Recently Deleted ફીચરને આ રીતે કરો ઉપયોગ કરો

જો તમે ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તા છો અને જો તમારા એકાઉન્ટમાંથી કોઈ વિડિયો ડિલિટ થઈ ગયો છે,તો તમારે પહેલા એકાઉન્ટ સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમારે Accounts પર ટેપ કરીને Recently Deleted વિકલ્પ પર ટેપ કરવું પડશે. અહીં તમને ડિલિટ થયેલા તમામ ફોટા અને પોસ્ટ્સ જોવા મળશે. તમે તેના પર ટેપ કરીને Restore વિકલ્પ પર ટેપ કરી દો. તેનાથી તમારી પોસ્ટ અને વિડિયો ફરીથી રિકવર થઈ જશે. પરંતુ ધ્યાનમાં રાખો કે ફક્ત 30 દિવસની અંદર જ ડિલિટ કરેલી પોસ્ટ જ આ ફીચર દ્વારા રિકવર કરવામાં આવશે.

વેરિફેકેશન પ્રોસેસ

તમારી પોસ્ટ્સ અથવા વિડિયોને રિકવર કરવા માટે, તમારે વેરિફેકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયામાં તમારે તમારુ ઇમેઇલ આઈડી આપવુ પડશે. આ પ્રક્રિયા દ્વારા તમારું એકાઉન્ટ હેકર્સ અથવા કોઈપણ અન્ય એક્સેસથી સુરક્ષિત રહેશે.

એક મહિના બાદ ઇન્સ્ટાગ્રામ તમારી સ્ટોરી ડિલિટ કરી નાખશે

જેઓ જાણતા નથી તેઓને જણાવી દઈએ કે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરિઝ ડિલિટ કરવામાં આવે છે તે Recently Deleted ફોલ્ડરમાં 24 કલાક સુધી રહે છે. તે જ સમયે IGTVનું ફીડ એક મહિના સુધી રહે છે. આનો અર્થ એ કે વપરાશકર્તાઓ પાસે તેને રિકવર કરવા માટે ઘણો સમય રહે છે. પરંતુ 30 દિવસના સમય બાદ ઇન્સ્ટાગ્રામ આ ફોલ્ડરમાંથી તમામ વિડિયો અને ફોટા ડિલિટ કરી નાખે છે.

આ વીડિયો પણ જૂઓ: વડોદરામાં એક આરોપી ગાંજા સાથે ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન