વેલેન્ટાઇન ડેના દિવસે સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા પહેરો આ ટાઇપના ડ્રેસ - Sandesh
  • Home
  • Lifestyle
  • વેલેન્ટાઇન ડેના દિવસે સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા પહેરો આ ટાઇપના ડ્રેસ

વેલેન્ટાઇન ડેના દિવસે સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા પહેરો આ ટાઇપના ડ્રેસ

 | 2:47 pm IST

વેલેન્ટાઈન્સ ડેમાં સ્પેશિયલ રેડ થીમ પર ડ્રેસિંગ થાય છે. તેમાં હવે શોલ્ડર લેસ ગાઉન, નેટ અને બ્રાસોનાં લેયર્ડ વનપીસ ફેશનમાં ઈન છે. આ વખતે રેડ સ્કિનફિટ ડ્રેસ આઉટ ઓફ ફેશન છે. જો તમે પાર્ટીમાં બધાથી અલગ દેખાવવા માંગતા હોવ તો ફેરી ટાઈપ એટલે કે ફ્લોરલેન્થથી વધારે ઢસડાતા ગાઉન પહેરીને સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકો છો.

રેડ સાથે ગોલ્ડન કે સીલ્વર પેર અપ પણ કરી શકો છો. પરફેક્ટ લુક માટે નિયોન રેડ લિપસ્ટિક અને નેઈલ પેન્ટ કરવાનું ન ભૂલતા. હેરસ્ટાઈલમાં ખુલ્લા વાળમાં કર્લ કરી શકો છો અથવા તો મેસી બન પણ બનાવી શકો છો. આમ, જો તમે ઇચ્છો તો રેડ હેરબ્રોચ પણ લગાવી શકો છો. હીલ પણ રેડ હશે તો પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જશે.

તમારા આખા ડ્રેસિંગમાં કોઈ એક એક્સેસરીઝ એવી હાઈલાઈટ કરો કે જે તમારા લુકને બીજાથી ડિફરન્ટ તારવી શકે. જો તમારા કોઈ સ્પેશિયલ વન સાથે ડેટ પર જઈ રહ્યા હોય ત્યારે પણ ડ્રેસિંગનું ખાસ ધ્યાન રાખો. વેલેન્ટાઈન્સ ડેટ પર તમે કોઈ એવા ડ્રેસ ન પહેરો જેમાં તમે કમ્ફર્ટ ફીલ ન કરી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન