go on sale in India today via flip kart price specs Red mi Note 7 pro note 7
  • Home
  • Featured
  • Redmi Note 7-Note 7 Proનો આજથી સેલ, કિંમત 9,999 રૂપિયાથી શરૂ

Redmi Note 7-Note 7 Proનો આજથી સેલ, કિંમત 9,999 રૂપિયાથી શરૂ

 | 2:52 pm IST

Redmi Note 7 Pro અને Redmi Note 7નું વેચાણ આજે ફરીથી થઈ રહ્યુ છે. ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ અને શાઓમીની વેબસાઈટથી ખરીદી શકશે. આ સ્માર્ટફોન સામાન્ય રીતે બુધવારે ફ્લેશ સેલમાં ઉપલબ્ધ કરવામાં આવે છે જો કે ફેન ફેસ્ટિવલ દરમિયાન ગુરૂવાર શુક્રવાર અને આજે એટલેકે શનિવારે પણ રાખવામાં આવ્યો છે. ગ્રાહકો તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર બપોરે 12 કલાકથી ખરીદી શકે છે.

Redmi Note 7ના બે વેરિયન્ટ ઉતારવામાં આવ્યા હતા જેમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજની કિંમત 9,999 રૂપિયા અને 4GB રેમ 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 11,999 રૂપિયા છે. તો Redmi Note 7 Proની વાત કરીએતો તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ અને 6GB રેમ અને 128GB ઇંટરનલ સ્ટોરેજ વાળા બે વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યા છે.

તેની કિંમત ક્રમશ: 13,999 અને 16,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક Note 7ને ઓનિક્સ બ્લેક, રૂબી રેડ અને સફાયર બ્લુમાં ખરીદી શકે છે. તો Note 7 Proને ગ્રાહક નેચ્યુન બ્લુ, નેબુલા રેડ અને સ્પેસ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.

Redmi Note 7 Proનું સ્પેસિફિકેશન્સ

Note 7 Proમાં ગોરિલ્લા ગ્લાસ 5, 19.5:9 રેશિયો અને વોટરડ્રોપ સ્ટાઈલ નોચ સાથે 6.3 ઈંચ ફુલ HD+ (1080×2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે જે 11nm પ્રોસેસર પર બનેલ ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર પર ચાલે છે. આ સ્માર્ટફોન એડ્રોઈડ 9 પાઈ બેસ્ડ MIUI 10 પર ચાલે છે.

ફોટોગ્રાફી માટે તેમાં રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે. અહીં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ બે કેમેરા આપવામાં આવેલ છે. સાથે 4K વીડિયો રેકોર્ડિગ સપોર્ટ સેલ્ફી માટે 13 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવેલ છે, તેની બેટરી 4,000mAh છે.

Redmi Note 7નું સ્પેસિફિકેશન્સ

અહીં ફોટોગ્રાફી માટે રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે. અહીં 12 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ બે કેમેરા આપવામાં આવેલ છે.સેલ્ફી માટે 13 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવેલ છે, તેની બેટરી 4,000mAh છે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર ચાલે છે. ગોરિલ્લા ગ્લાસ 5, 19.5:9 રેશિયો અને વોટરડ્રોપ સ્ટાઈલ નોચ સાથે 6.3 ઈંચ ફુલ HD+ (1080×2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે આ સ્માર્ટફોન એડ્રોઈડ 9 પાઈ બેસ્ડ MIUI 10 પર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન