રિડેવલપમેન્ટના નામે છેતરનાર ડેવલપર શિરીષ દીક્ષિતની ધરપકડ - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • રિડેવલપમેન્ટના નામે છેતરનાર ડેવલપર શિરીષ દીક્ષિતની ધરપકડ

રિડેવલપમેન્ટના નામે છેતરનાર ડેવલપર શિરીષ દીક્ષિતની ધરપકડ

 | 12:12 am IST

મુંબઈ, તા.૧૪

વડાલાના શોહનાઝ બિલ્ડિંગના ભાડૂઆતોને તેમનું મકાન રિડેવલપમેન્ટ કરી આપવાનું વચન આપનાર દીક્ષિત રિયાલ્ટીઝના શિરીષ દીક્ષિતે ૩ વર્ષનું કહી આઠ વર્ષ સુધી જગ્યા ન આપતાં તેની સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદના આધારે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ(ઇઓડબ્લ્યુ)એ શિરીષ દીક્ષિતની હવે ધરપકડ કરી છે. શિરીષ દીક્ષિતે ૨૧ ભાડૂઆતોને ભાડુ પણ નહોતું આપ્યું અને તેમનું મકાન પણ બેન્કમાં ગીરવે મૂકી ભાડૂઆતો સાથે રૂપિયા ૧૦૦ કરોડની છેતરપિંડી કરી હતી.

શિરીષ દીક્ષિતને એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૭ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

વડાલા પિૃમના શોહનાઝ બિલ્ડિંગના ભાડૂઆત અને આ કેસના ફરિયાદી સુનિલ કિશન સોઇએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે શિરીષ દીક્ષિતે મકાનના મૂળ માલિક સાથે વ્યવહાર કર્યો હતો અને મકાનના ૨૧ ભાડૂઆતોને તેણે કહ્યું હતું કે તે હવે એ મકાનના માલિક છે અને મકાનનું રિડેવલપમેન્ટ એ જ કરશે અન્ય કોઇ બિલ્ડરને એ રિડેવલપમેન્ટ કરવા નહીં આપે. તેણે સામે ભાડૂઆતોને તેમની જગ્યા કરતાં વધુ મોટી જગ્યા અને દુકાનો કરતાં વધુ મોટી દુકાનો આપવાનું પણ કબૂલ કર્યું હતું. સાથે ભાડૂઆતોને મકાન તૈયાર થઇને કબ્જો અપાય ત્યાં સુધી બીજે રહેવા ભાડુ અને નવા મકાનમાં કેટલીક વધારાની સુવિધા પણ આપશે એમ જણાવ્યું હતું.

દીક્ષિત સાથે થયેલા એગ્રીમેન્ટ બાદ ભાડૂઆતો બીજે રહેવા ચાલ્યા ગયા હતા અને મકાન તોડી પડાયું હતું. ૨૦૧૨ પછી ભાડૂઆતોને દીક્ષિત તરફથી મળતી ભાડાની રકમ મળતી બંધ થઈ ગઈ હતી. ૨૦૧૫માં ભાડૂઆતોને જાણ થઇ હતી કે દીક્ષિતે ભાડૂઆતોને જાણ કર્યા વગર જ મકાન સંગોઈ ગ્રુપના ધીરેન પટેલને ગીરવે આપી દીધું હતું અને એ સામે રૂપિયા ૧૦ કરોડની લોન લીધી હતી. જ્યારે એ રકમ તે પાછી વાળવામાં નિષ્ફળ ગયો ત્યારે ધીરેન પટેલે તેની સામે કોર્ટમાં કેસ કરી દીધો અને રૂપિયા ૨૭ કરોડની માગ કરી હતી એથી મકાનની માલિકીના હક ત્યાર બાદ ધીરેન પટેલને આપવામાં આવ્યા હતા. બોમ્બે હાઇ કોર્ટે હાલમાં જ એ રિડેવલપમેન્ટ પૂરુ કરવા દીક્ષિતની કેટલીક પ્રોપર્ટીઓનું લિલામ કરવાનો આદેશ આપ્યો હતો.

;