NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomiએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, કિંમત જાણવા કરો ક્લિક

Xiaomiએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, કિંમત જાણવા કરો ક્લિક

 | 5:16 pm IST

Xiaomiએ તેના નવા બે સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. આ તસવીરોમાં ફોનની ડિઝાઈન અને લુક વિશે વધારે જાણકારી મળે છે. આ ફોનમાં 18:9 રેશિયો વાળી ડિસ્પલે જોઈ શકાય છે. આ ફોનમાં બેઝલ બહુ પાતળું રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે જ redmi 5ને ચીનની ટેલિકોમ્યુનિકેશન સર્ટિફિકેટ સાઈટ ટીના પર જોવા મળ્યો હતો. પોતાના ટ્વિટર પોસ્ટમાં સૂંગે કહ્યું કે, શું બધા લોકો નવા redmi 5 અને redmi 5 plus સ્માર્ટફોન માટે તૈયાર છો? અમે ચીનમાં 7 ડિસેમ્બરે આ બે નવા ડિવાઈસ લોન્ચ કરી રહ્યા છીએ. તેમની પહેલી ઝલક અહી જુઓ.’ જો આ લિસ્ટીંગ સાચુ હશે તો સ્માર્ટફોનના ઘણા સ્પેસિફિકેશન વિશે પહેલાથી જાણ થઈ છે. ફોનની કિંમતની જાણકારી પણ એક રિપોર્ટમાં સામે આવી છે.

આ ઉપરાંત નેવિગેશન માટે કેપેસિટિવ નેવિગેશન હાર્ડવેર બટન નથી આપવામાં આવ્યા. ફોનમાં ફ્લેશ મોડ્યુલની નીચે રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોઈ શકાય છે. આ બંને ડિવાઈસની ડિઝાઈનમાં કોઈ તફાવત નથી. પરંતુ તેના સ્પેસિફિકેશનમાં અંતર હોવાની ઉમ્મિદ છે.

સ્પેસિફિકેશન નીચે પ્રમાણે છે
– redmi 5માં 5.7 ઈંચની ડિસ્પલે આપેલી છે જ્યારે redmi 5plusમાં 5.99 ઈંચની ડિસ્પલે છે.
– redmi 5માં સ્નેપડ્રેગન 450 અને redmi 5 plusમાં 625 પ્રોસેસર છે.
– આ સ્માર્ટફોન્સમાં ઓક્ટાકોર પ્રોસેસર લાગેલું છે અને તે 2GB+16GB, 3GB+32GB અને 4GB+64GBના મેમરી કોમ્બિનેશન સાથે આપવામાં આવ્યું છે.
– redmi 5માં 3300mAhની અને redmi 5 plus 4000mAhની બેટરી આપવામાં આવી છે.
– redmi 5 અને redmi 5 plusમાં જ 12MPનો રિયર કેમેરા છે અને સેલ્ફી માટે 5MP કેમેરા આપ્યો છે.
– redmi 5ના 2GB/16GB વેરિયન્ટની કિંમત લગભગ 7800 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 3GB/32GB વાળા વેરિયન્ટની કિંમત લગભગ 8,800 રૂપિયા છે.
– redmi 5 બ્લેક, પિંક અને લાઈટ બ્લૂ કલર્સમાં ઉપલબ્ધ છે તો redmi 5 plus માત્ર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
– redmi 5 plus 3GB રેમ/32 GB ઈન્ટરનલ મેમરી વાળા વેરિયન્ટની કિંમત લગભગ 9,700 રૂપિયા રાખવામાં આવી છે. 4GB રેમ/64 GB ઈન્ટરનલ મેમરી વાળા ટોપ વેરિયન્ટની કિંમત લગભગ 12,700 રૂપિયા રાખવામાં આવી છે.